તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાનહ સાયલીની આલોક કંપનીમાં આગથી દોડધામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાનહના સાયલી ખાતે આવેલ આલોક કંપનીના ટેક્ષોરાઇઝિંગ પ્લાન્ટમાં આગ લગતા દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતા ગણતરીના સમયમાં આલોક કંપનીના ફાયર બ્રિગેડે આગને શાંત કોઈ જાનહાની નહિ હોવાનું જાણવા મળ્યું હતું.

શુક્રવારે સાંજે લગભગ 4-45 વાગ્યાના સમાયે દાનહના સાયલી ખાતે આવેલી આલોક કંપનીના ટેક્ષોરાઇઝિંગના 4 નંબરના યુનિટમાં એસીના ડકમાં અચાનક લાગેલી આગ કંપનીના યુનિટમાં ફેલાઇ જતા દોડધામ મચી જવા પામી હતી.ઘટનાની જાણ કંપનીના ફાયર વિભાગને કરતા તુરંત આલોક કંપનીની ફાયરની ગાડીઓ દોડી આવી હતી અને આગ ઉપર ગણતરીના કલાકમાં કાબુ મેળવ્યો હતો. જોકે જ્યાં આગ લાગી હતી બિલકુલ એની નીચે યાર્ન તૈયાર કરવાનું મશીન ચાલી રહ્યું હતું. જો ત્યાં આ લાગતે તો આગને કાબૂમાં લેવા ફાયરની ગાડી બહારથી બોલાવી પડતે અને કંપનીને મોટું નુકશાન થાવાની સંભાવના હતી.

અન્ય સમાચારો પણ છે...