તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News Common Session Of Valsad District Lawyers Development Board Took Place 041017

વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની સામાન્યસભા યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળની ગુરૂવારે બાર એસો.ના હોલમાં સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં નવા વકીલ બનેલા 27 વકીલો સભ્ય પદે જોડાયા હતા. વલસાડ જિલ્લા વકીલ વિકાસ મંડળના પ્રમુખ પ્રવીણ પટેલના અધ્યક્ષપદે મળેલી સામાન્ય સભામાં નવાફ્રેશ તથા અન્ય તાલુકા- જિલ્લાના વકીલોને જિલ્લા વકીલ વિકાસ મંડળમાં સમાવવાનો નિર્ણય લેવાયો હતો. આ 27 જુનિયર વકીલોને સિનિયર વકીલોએ આવકાર્યા હતા. આ બેઠકમાં પ્રમુખ પ્રવીણભાઈએ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું કંઈ પણ કામ હોય તો કરવાની ખાતરી આપી હતી. મંડળના અન્ય હોદ્દેદારો દિનેશ પટેલ,રાકેશ પટેલ અને મનીષ રાણા સહિતનાઓએ નવા વકીલોને કઈ પણ મદદની જરૂર હોય તો તેમનો સંપર્ક કરવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...