તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Umbergaon News Breakthrough Development Due To The Absence Of Permanent Tdo In Umargam Ta 040612

ઉમરગામ તા.પં.માં કાયમી TDOના અભાવે વિકાસને બ્રેક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉમરગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની જગ્યા છેલ્લા એક વર્ષથી ઇનચાર્જ અધિકારીના સહારે ચાલી રહી હોવાથી તાલુકાનાં 52 ગામોના વિકાસ ઉપર સીધી અસર જોવા મળી રહી છે. જેને લઇ ઉમરગામ તાલુકા પંચાયત ખાતે કાયમી તાલુકા વિકાસ અધિકારીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ તાલુકાની પ્રજામાં ઉઠવા પામી છે.

ઉમરગામ તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારીની જગ્યાએ છેલ્લા એક વર્ષથી ઇનચાર્જ અધિકારીના સહારે કામ ચાલી રહિયું છે. જેને લય તાલુકાનાં ગામોના વિકાસની ગતિ ધીમી પડી છે. એટલુજ નહીં પરંતુ મુખ્ય અધિકારીની ગેરહાજરીને લઇ ભ્રષ્ટાચારનું પ્રમાણ ઘણું વધ્યું છે. તાલુકા પંચાયત કચેરી ખાતે રોજીન્દા સામાન્ય કામ કાજ માટે આવનારા અરજદારોને અનેક ધરમધક્કા ખાવા પડે છે. તો બીજી તરફ દલાલોની મદદ વિના કામ થતું નથી. તાલુકાનાં સરપંચોની સ્થિતિ પણ બિચારા જેવી બની છે. ગામોમાં વિવિધ ગ્રાન્ટથી થતાં વિકાસના કામોની જરૂરી મંજૂરી મેળવવા માટે અધિકારીઓને લાંચના સ્વરૂપમાં મોટી રકમ આપવી પડી રહી હોવાની બૂમ ઉઠી છે. લાંબા સમયથી ચાલી રહેલ આ ...અનુસંધાન પાના નં. 2

અન્ય સમાચારો પણ છે...