તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vapi News Before The Arrival Of Pm Modi Will Be Holding A Meeting With The Chief Of The Governor Today 043028

PM મોદીના આગમન પૂર્વે આજે પ્રશાસક અગ્રણી અને અધિકારી સાથે બેઠક કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 19મી જાન્યુઆરીના રોજ સંઘ પ્રદેશ દાનહના સેલવાસ ખાતે પધારી રહ્યા છે. સંઘપ્રદેશ દમણ અને દાનહ માટે સંયુક્ત મેડિકલ કોલેજની મંજૂરી મળ્યા બાદ આ કોલેજનું લોકાર્પણની સાથે અનેક યોજનાને જે પૂર્ણ થઇ છે એમનું લોકાર્પણ પણ પીએમ મોદીના હસ્તે કરાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનની પૂર્વ તૈયારીના ભાગરૂપે મંગળવારે બપોરે 3.30 કલાકે સેલવાસના ટાઉન હોલમાં પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં તમામ પક્ષના રાજકીય પ્રતિનિધિઓ, સામાજીક તથા અન્ય સંસ્થાના અગ્રણીઓ, ઉદ્યોગપતિ અને અધિકારીઅો સાથે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ બેઠકમાં પ્રશાસક પ્રફુલ પટેલ પ્રદેશના અગ્રણીઓ સાથે ચર્ચા કરીને પીએમ મોદીનું સ્વાગત કેવી રીતે કરી શકાય એ માટે આયોજન કરાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીએમ મોદીની જાહેર સભામાં 1 લાખથી વધુ લોકોને લાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

ગત રવિવારે જ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમીત શાહ દાનહની મુલાકાતે આવી ગયા જેમણે ભાજપના બુથ લેવલના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ થઇ સિટીંગ સાંસદોને ચૂંટી લાગવવાની હાકલ કરી હતી. આમ લોકસભાની ચૂંટણી નજીક આવતા અમીત શાહ બાદ નરેન્દ્ર મોદીનું આગમન થશે.

દમણ ભાજપે પણ બેઠકમાં ચર્ચા કરી
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે સેલવાસની મુલાકાત લીધા બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 19 જાન્યુ.એ સેલવાસ આવી રહ્યા છે. પીએમ મોદીના આગમનને લઇને સોમવારે દમણ ભાજપ કાર્યાલય ખાતે કાર્યકરોની એક બેઠક મળી હતી જેમાં જરૂરી આયોજન અંગે ચર્ચા થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...