તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News Awareness Campaign Under Cow Worship Cow Consciousness And Cow Consciousness 042003

ગૌ ઉપાસના, ગૌ સંવેદના અને ગૌ ચેતના અંતર્ગત જાગૃતિ અભિયાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાબડા ગામે પાર નદીના કિનારે વિકસી રહેલા અદભૂત માઁ વિશ્વંભરી તીર્થ યાત્રાધામ ખાતે ગૌશાળા (વૈકુંઠધામ)માં મકરસંક્રાંતિના પ‌ર્વે 14મી જાન્યુ.ને સોમવારે સવારે 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ગૌ પૂજનનો કાર્યક્રમ યોજાનાર છે.

આદિ પુરાણોમાં કહેવાયું છે કે, ગીર ગાય એ પૃથ્વી પરનો શ્રેષ્ઠ દેવી જીવ છે. પશુઓમાં જો કોઈને માતાનું બિરૂદ આપવામાં આવ્યું હોય તો તે ગાયમાતાને આપવામાં આવેલું છે. ગીર ગાય પીઠ ઉપર ખૂંધ ધારણ કરનાર પૃથ્વી પર એકમાત્ર જીવ છે. ગાયના ખૂંધમાં સૂર્યકેતુ નામની નાડી આવેલી છે, જેના દ્વારા સૂર્યશક્તિ (ગૌ કિરણ) ગ્રહણ કરીને શરીરમાં સુવર્ણક્ષાર ઉત્ત્પન્ન કરે છે. મકરસંક્રાંતિનાં દિવસથી સૂર્ય પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ માં પ્રવેશ કરે છે, ત્યારે જે ઉર્જા નીકળે છે તે ઉર્જા ગાય સૂર્યકેતુ નાડી વાટે ગ્રહણ કરે છે. જેથી ગાયના શરીરને હાથથી સ્પર્શ કરવાથી કે પંપાળવાથી એ ઉર્જા આપણને પણ પ્રાપ્ત થાય છે.

અદ્યતન સુવિધા સભર ગૌશાળા
વિશ્વંભરી યાત્રાધામ ખાતે એકદમ સ્વચ્છ, અદ્યતન વ્યવસ્થાવાળી, પૂરતો અવકાશ ધરાવતી એક આદર્શ યજ્ઞશાળા જેવી ગૌશાળામાં ગીર ગાયોનું પાલન-પોષણ અને જતન કરવામાં આવે છે. ગાયમાતાનું જતન કેવી રીતે થવું જોઈએ અને આદર્શ ગૌશાળા કેવી હોવી જોઈએ, તેનું ઉત્તમ ઉદાહરણ આ ગૌશાળા પૂરું પાડે છે. અસંખ્ય લોકો અહીયાં ગૌશાળાની મુલાકાતે આવે છે. ગૌપાલન કરતા અનેક લોકો અહીંથી ગાયના લાલન પાલન વિશે જાણી શીખીને જાય છે. અનેક લોકો આ ગૌશાળા થકી પ્રેરણા લઈને ગૌ-પાલન તરફ વળવા લાગ્યા છે.

સૌ કોઈ ગૌસેવાનો લાભ લઈ શકે છે
ગૌ પૂજન કરવાથી દરેકમાં ગૌ ઉપાસના-ગૌ સંવેદના-ગૌ ચેતના જાગૃત થાય તે માટે આ દિવસે આ ધામમાં ગૌ-પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. કોઈપણ લોકો આ કાર્યક્રમમાં જોડાઈને ગૌસેવાનો લાભ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...