તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીની દિલ્હી ખાતે પરેડમાં પસંદગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|જેપી શ્રોફ આર્ટસ્ કોલેજના ટીવાયબીએ-સેમ-6માં અભ્યાસ કરતી અને એનએસએસની વિદ્યાર્થિની જીનલ રમેશ ટંડેલની યુવા અને ખેલકૂદ મંત્રાલય, દિલ્હી દ્વારા આગામી 26મી જાન્યુઆરીના રોજ રાજપથ પર યોજાનાર નેશનલ પરેડ માટે પસંદગી થઈ છે. હાલ તે દિલ્હી ખાતે 1 જાન્યુ.થી શરૂ થયેલી નેશનલ પરેડની તાલીમમાં ભાગ લઈ રહી છે. જીનલ ટંડેલની આ સિધ્ધિ બદલ કોલેજના આચાર્ય ડો.જી.એમ.બુટાણી અને સમગ્ર કોલેજ પરિવારે શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...