તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Silvassa News An Attempt To Bring 70 Thousand People From 20 Panchayats In Modi39s Meeting In Danah 033214

દાનહમાં મોદીની સભામાં 20 પંચાયતો માંથી 70 હજાર લોકોને લાવવાનો પ્રયાસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાદરા નગર હવેલી વહીવટી તંત્ર ગ્રામીણ વિકાસ વિભાગ દ્વારા માનનીય પ્રધાનમંત્રીની મુલાકાત દાદરા નગર હવેલીમા થનાર છે,જેના સંદર્ભે સામરવરણી પંચાયત હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામા ચૂંટાયેલ જનપ્રતિનિધિની મીટીંગનુ આયોજન કરવામા આવ્યુ હતુ,જેમા જિલ્લા પંચાયત સભ્યો,સરપંચો,પંચાયતના સભ્યોને કાર્યક્રમમા લોકોને લાવવા માટે માઈક્રો લેવલનુ પ્લાનીંગ કરવામા આવ્યુ હતુ,જિલ્લા પંચાયત સીઇઓએ જણાવ્યુ કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમ્યાન પ્રદેશમા દરેક પંચાયતોમા પીવાના શુદ્ધ પાણી ઘરે ઘરે પોહ્ચાડવાની યોજના જે 58કરોડના ખર્ચે બનેલ ઇન્ટીગ્રેટર વોટર પ્લાન્ટ છે એનુ ઉદઘાટન કરવામા આવશે સાથે દાદરા ખાનવેલ અને ખરડપાડા પંચાયતમા નવા બનેલ શાળાના મકાનોનુ પણ ઉદઘાટન કરાશે,20પંચાયતોમાંથી 70હજાર જેટલા લોકોને પ્રધાનમંત્રીના કાર્યક્રમમા લાવવાનો પ્રયાસ કરાશે,આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ રમણભાઈ કાકવા,ઉપ પ્રમુખ મહેશભાઈ ગાવિત જિલ્લા પંચાયત સીઈઓ એચ.એમ.ચાવડા,વિકાસ અને યોજના અધિકારી ડો.ડી.એમ.ડુમરાલીયા, જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો,પંચાયતના સભ્યો ઉપસ્થીત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...