તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ પાસે પીકઅપ ચાલકનો નશામાં બે કાર સાથે અકસ્માત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઝઘડિયાના રાજપારડી ખાતે રહેતાં બાબુભાઇ વસાવા તેમના પરિવાર તેમના મોટાભાઇની ઇકો કારમાં સંબંધીની બર્થ ડે પાર્ટીમાં ઝાડેશ્વર ચોકડી પાસેની ગ્રીનરી ગાર્ડન હોટલમાં ગયાં હતાં. તેમણે તેમન ઇકો કાર તેમજ તેના સાળાએ તેમની વેગન આર કાર ગ્રીનરી હોટલ સામે ખુલ્લી જગ્યામાં પાર્ક કરી હતી. દરમિયાન વડોદરાથી સુરત તરફ જતી એક બોલેરો પીકઅપ જીપના ચાલક અનિલ રમેશ નાયક (રહે. જમાલપુર, અમદાવાદ) નામના શખ્સે નશાની હાલતમાં પોતાની જીપ બેફિકરાઇથી હંકારી લાવી સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી જંગલખાતાની ચેકપોસ્ટ પાસે એક ઝાડ સાથે તેની જીપ અથડાવી પલટી ખવડાવી રોડની સાઇડમાં પાર્ક કરેલી બાબુ વસાવાના ભાઇની ઇકો કાર તેમજ તેમના સાળાની વેગન આર કાર સાથે અકસ્માત સર્જી બન્ને કારને પણ નુકશાન પહોંચાડ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...