તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અબ્રામા સૌરાષ્ટ્ર પાટીદાર ભવનમાં ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ|વલસાડ હાઈવે પર અબ્રામા ખાતે આવેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવાસમાજના વિશાળ હોલમાં રમણીકભાઈ રામજીભાઈ રોલા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. 11મી જાન્યુ.થી 17 જાન્યુ. સુધી યોજાનાર આ કથાનું રસપાન હરિદ્વારના રંગમહલધામના યુવાસંત પ્રમોદ સુધારકર જી મહારાજ રોજ બપોરે 3થી 6 કલાક દરમિયાન કરાવશે. આરતી બાદ ભોજન પ્રસાદનું પણ આયોજક દ્વારા આયોજન કરાયું છે. કથા દરમિયાન શનિવારે અમરકથા-કપિલગીતા, રવિવારે ધ્રુવચરિત્ર-ભરતકથા, સોમવારે વામનકથા-કૃષ્ણ જન્મોત્સવ, મંગળવારે નંદઉત્સવ-કૃષ્ણ માખણલીલા, બુધવારે રૂક્ષમણી વિવાહ અને ગુરૂવારે સુદામા ચરિત્ર સાથે પૂર્ણાહુતિ અને યજ્ઞ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...