તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચલામાં વોકિંગ કરતી મહિલાની ચેઇન ખેંચાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી| ચલા સ્થિત સજની રો-હાઉસમાં રહેતા સુશીલકુમાર શર્માએ શુક્રવારે વાપી ટાઉન પોલીસ મથકમાં એક અરજી આપી હતી કે, સાંજના સમયે તેમની પત્ની તુલસીબેન અને ભાભી માયાવતી ઘરેથી વોકિંગ કરતા શીવાલીક હાઇટ્સથી સ્વામીનારાયણ સ્કૂલ તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન ચલા સીએચસી હોસ્પિટલ જતા રોડ પહેલા આવતી મસ્જીદ પાસે પાછળથી બાઇક ઉપર આવેલો એક યુવક પત્નીના ગળામાંથી ચેઇન ખેચીને ફરાર થઇ ગયો હતો. આ અજાણ્યો યુવક શરીરે પાતળો હતો અને કાળા કલરનું જેકેટ પહરેલો હતો.

અન્ય સમાચારો પણ છે...