તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Valsad News A 15 Packed Truck Carrying A Slaughterhouse Was Caught By Valsad Highway 042657

કતલખાને લઇ જવાતા 15 પશુઓ ભરેલી ટ્રક વલસાડ હાઇવેથી ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાઈવે નં.48 પરથી રૂરલ પોલીસની ટીમે મહેસાણાના કડીથી મહારાષ્ટ્ર કતલખાને લઇ જવાતા 15 પશુઓ ભરેલી ઝડપી પાડી ટ્રકચાલક અને ક્લિનરની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

મળતી માહિતી મુજબ રૂરલ પોલીસની ટીમને રવિવારે રાત્રે મળેલી બાતમીના આધારે હાઈવેનં.48 પર હોટલ પુરોહિતની સામે ઉભી રહેલી ટ્રકનં જીજે-09-વાય-9793 ની તપાસ હાથ ધરી હતી. ટ્રકમાં ઠાંસી ઠાંસીને ભરેલી 8 ભેંસ, 1 ગાય, 1 વાછરડી તથા 6 ભંસના બચ્ચાં મળી આવ્યા હતા. જેમાંથી એક ભેંસનું બચ્ચું મૃત હાલતમાં જણાયું હતું. ટ્રકમાં કોઈ પાણી કે ઘાસચારાની સુવિધા વગર દોરડાંથી બાંધેલા આ પશુઓના પાછળના ભાગે ઈજાઓ થયેલી જોવા મળી હતી. દયનીય હાલતમાં ભૂખ્યાં તરસ્યાં આ પશુધનન અંગે પોલીસે ટ્રકચાલકની પૂછપરછ કરતાં તેની પાસે કોઈ પાસપરમીટ કે આધાર પુરાવા જણાયા ન હતા. ટ્રકચાલક વિનોદ નરસિંહ પરમાર રહે.નિન્દ્દોડા,તા.સિધ્ધપુર, જી.પાટણ અને ક્લિનર મહેબૂબ જીવા કાજી રહે. નવાવાસ શહિદ, સિધ્ધપુરની ધરપકડ કરી હતી. પોલીસે 8 ભેંસ 1ની કિં.રૂ.40 હજાર પેટે કુલ રૂ.3 લાખ 20 હજાર, ગાયની કિં. 25000 તેમજ ટ્રકની અંદાજિત કિ.રૂ.4 લાખ સહિત કુલ રૂ.7.45 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રકચાલક અને ક્લિનર વિરૂધ્ધ પશુ અધિનિયમ અને પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગૌવંશ અને ભેંસો-બચ્ચાંઓને હાલ વાપી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...