ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » Gujarat » Expert Blogs» Jayesh Adhyaru Reviews Fukrey Returns

    ફુકરે રિટર્ન્સઃ 10 પોઇન્ટ્સ રિવ્યુ

    Jayesh Adhyaru | Last Modified - Dec 09, 2017, 12:04 PM IST

    10 પોઇન્ટમાં જાણી લો ‘ફુકરે રિટર્ન્સ’ જોવી કે નહીં
    • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

      રેટિંગઃ **1/2 (અઢી સ્ટાર)

      2013માં નોન પંજાબી-નોન દિલ્હીઆઇટ્સની વોકેબ્યુલરીમાં નવો શબ્દ ઉમેરાયેલો ‘ફુકરે’. ચાર નવરીબજાર જુવાનિયાંવની આ ક્વર્કી કોમેડી સરપ્રાઇઝ હિટ થઈ એટલે ચાર વર્ષે ડિરેક્ટર મૃગદીપ સિંહ લાંબાની મૃગતૃષ્ણા ઊઘડી ને ફરહાનના એક્સેલ એન્ટરટેનમેન્ટને પણ મનીક્ષુધા જાગ્રત થઈ. એટલે રિલીઝ થઈ ‘ફુકરે રિટર્ન્સ’.

      ***

      ‘ફુકરે રિટર્ન્સ’ ફેઇથફુલ સિક્વલ છે. ‘ફુકરે’ની ઑરિજિનલ કાસ્ટના સ્વર્ગસ્થ થયેલા એક્ટર અશરફુલ હકને પણ યાદ કરાયો છે, એટલી ફેઇથફુલ સિક્વલ છે આ. કોઇએ પ્રિક્વલ ન જોઇ હોય તેમના માટે સોંગમાં રિકેપ મુકાયો છે. મસ્ત ઇનોવેટિવ આઇડિયા.

      ***

      ‘ફુકરે’ સિરીઝનું કાસ્ટિંગ એટલું જબરદસ્ત છે કે હની, લાલી, ભોલી પંજાબન કે પંડિતજી તો લોકોને યાદ છે જ, પણ ખાસ કરીને ‘ચૂચા’ને ઓળખતા લોકો હાર્ડલી એનું સાચું નામ જાણતા હશે.

      ***

      પ્રિક્વલના એક વર્ષ પછીથી શરૂ થતી આ ‘રિટર્ન્સ’માં સૌથી મોટો વિલન છે એનો અટપટો, વિચિત્ર, કન્ફ્યુઝિંગ, દિમાગની બાઉન્ડરી પર ટપ્પી જ ન પડે તેવો પ્લોટ અને નાહકની 2 કલાક 21 મિનિટની લંબાઈ. ગુંડી ‘ભોલી પંજાબન’ (રિચા ચઢ્ઢા) જેલમાંથી બહાર આવવા નેતા સાથે કરોડોનો કડદો કરે અને એ નાણાં ભરપાઈ કરવા માટે એને જેલભેગા કરનારી ચાર ફુકરાઓની ગેંગને ધંધે લગાડે. એ પછી પ્લોટ એકના ડબલ કરી આપે એવી એક સ્કીમ, બંધ પડેલા ઝૂમાંથી પ્રાણીઓની તસ્કરી, હ્યુમન ઑર્ગન ટ્રાફિકિંગ, એક જૂનું સ્પોર્ટ્સ કૌભાંડ, ખજાનાની શોધ, હરીફ ચીફ મિનિસ્ટર જેવી જાતભાતની ગલીઓમાંથી પસાર થાય છે. લેકિન થેન્ક ગોડ, ચૂચા ઇઝ ધેર!

      ***

      આમ તો વરુણ શર્માની બૉલિવૂડમાં એન્ટ્રી થઈ ત્યારથી એ ‘ભાઈ’થી શરૂ થતા અને ‘ભાઈ’થી પૂરા થતા ડાયલોગ્સવાળા રોલ જ કરે છે (‘ફુકરે રિટર્ન્સ’ની તો શરૂઆત જ એના ‘ભાઈ’ બોલવાથી થાય છે!). પરંતુ હવે આજીવન એના પર ‘ચૂચા’નો સિક્કો લાગી જવાનો છે. બટ, એટલું માનવું પડે કે એક ડમ્બ પાવલી કમ જુવાનિયા તરીકે એનું કોમિક ટાઇમિંગ પર્ફેક્ટ છે. આખી ફિલ્મમાં સૌથી વધુ લાફ્ટર એણે જ ઊસેટ્યું છે. દરઅસલ, એને લઇને હૉલિવૂડની ‘ડમ્બ એન્ડ ડમ્બર’ ટાઇપની આઉટ એન્ડ આઉટ સિલી કોમેડી ફિલ્મ બનાવી શકાય એવો દમ છે એનામાં. વરુણ શર્માની સાથે કોમેડીમાં કોમ્પ્લિમેન્ટ કર્યું છે પંકજ ત્રિપાઠીએ. રિચા ચઢ્ઢાને સ્ક્રીન સ્પેસ સરસ મળી છે, પણ એ અને બાકીના કલાકારો (પુલકિત સમ્રાટ, મનજોત સિંઘ, અલી ફઝલ)ના ભાગે કશું જ આવ્યું નથી. એમાંય અલી ફઝલ સતત રોતલ ડાચું રાખીને ફરતા દેવદાસ જેવા રોલ કરતાં કરતાં ‘વિક્ટોરિયા એન્ડ અબ્દુલ’ અને ‘ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ-7’ જેવી ઇન્ટરનેશનલ ફિલ્મો કેવી રીતે મેળવી લે છે એ આ વિશ્વની આઠમી અજાયબી છે! આ ફિલ્મમાં ભ્રષ્ટ મંત્રી બાબુલાલ ભાટિયા તરીકે દેખાયેલા એક્ટર રાજીવ ગુપ્તા આ ફિલ્મમાં બરાબર ખીલ્યા છે. અત્યાર સુધી તેઓ છૂટક ભૂમિકાઓમાં જ દેખાયા છે. તેઓ વધુ સારા-મોટા રોલ મેળવવાને હકદાર છે જ.

      ***

      ફિલ્મમાં અમુક ઠેકાણે ખરેખર સારાં વનલાઇનર્સ, જોક્સ કે ગૅગ્સ છેઃ ‘જાત કે ઝમાને લત ગયે પાપાજી, અબ ઝમાના ઔકાત કા હૈ’, ‘ઉમ્મીદ પે નહીં, જુગાડ પે દુનિયા કાયમ હૈ’, ‘જન્નત કે ખ્વાબ જિહાદીઓં કો દેખને દે, તુ મધર અર્થ કી બાત કર’, ‘ઝહર સે મુઝે ઍલર્જી હૈ’, ‘યે શેર કે લિયે બીફ બૅન નહીં હૈ ક્યા?’, ‘જબ ચૂચે કો ફ્યુચર દિખે તો ઉસે દેજાચૂ કહતે હૈ’, ‘અબે, યહાં તો લાઇફ ઑફ ચૂ ચલ રહી હૈ...’ હિન્દી ફિલ્મોમાં ઑડ-ઇવન સ્કીમ કે યોગા ડૅ સેલિબ્રેશનની આસપાસ પહેલી હળવી-સટાયરિકલ કોમેડી આવી છે.

      ***

      ચૂચાનો શાહરુખ સ્ટાઇલ રોમેન્સ, માઉથ ટુ માઉથ રિસસ્કિટેશન આપવું, શરીરના ચોક્કસ ભાગ પર સાપ કરડી જવો, ચૂચાનું લવારીએ ચડી જવું, ગર્લફ્રેન્ડને પ્રાણીસંગ્રહાલયમાં મળવા બોલાવવી અને એની પાસેથી કંઇક ભળતું જ કામ કરાવવું (ના અશ્લીલ નથી, ડૉન્ટ વરી!) વગેરે ગૅગ્સ ગૅરન્ટીડ લાફ્ટર છે.

      ***

      સોંગ્સ કમ્પ્લિટલી અનનેસેસરી અને કંગાળ છે. સોંગ્સની સ્થિતિ એ વાત પરથી જ ખબર પડી જાય છે કે પ્રિક્વલનું હિટ સોંગ ‘અંબર સરિયા’ અને જૂના ‘ઓ મેરી મેહબૂબા’નું રિમિક્સ અહીં ઠપકારી દેવામાં આવ્યું છે.

      ***

      પ્રિક્વલમાં પૈસા માટે વલખાં મારતા ચાર ફુકરા લોગની બરાબરની વાટ લાગી છે તેવું આપણને ફીલ થતું હતું. અહીં એ જ કેરેક્ટર્સ છે, પણ એવી સેન્સ ઑફ અર્જન્સી ક્યાંય ફીલ થતી નથી.

      ***

      ઇન શૉર્ટ, આ ફિલ્મ એક તદ્દન ટાઇમપાસ ફિલ્મ છે, જેને પૈસા ખર્ચીને થિયેટરમાં ન જોવા જઇએ તો કશું જ ગુમાવવા જેવું નથી. ફિલ્મના સ્ટાર્ટિંગમાં આવતો લોગો કહે છે કે થોડા સમયમાં આ ફિલ્મ ‘એમેઝોન પ્રાઇમ’ પર પણ આવી જ જવાની છે. ત્યારે નિરાંતે જોઈ શકાય. સારું પોટેન્શિયલ ધરાવતી હોવા છતાં નક્કર સ્ટોરીના અભાવે એવરેજ બનીને રહી ગયેલી ‘ફુકરે રિટર્ન્સ’ને અઢી સ્ટાર આપી શકાય.

      (લેખકનો પર્સનલ બ્લોગઃ jayeshadhyaru.com ‘એક્સપર્ટ બ્લોગ્સ’ વિભાગ હેઠળ પ્રસિદ્ધ થતા લેખોમાં વ્યક્ત થતા વિચારો જે તે લેખકના પોતાના છે. તેની સાથે ‘divyabhaskar.com’ સંમત હોય તે જરૂરી નથી.)

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Expert Blogs Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Jayesh Adhyaru Reviews Fukrey Returns
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From Gujarat

    Trending

    Top
    `