તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ ગુજરાતી ધરાવે છે એશિયાનો સૌથી મોટો ચીઝ પ્લાન્ટ, 33 દેશોમાં કરે છે નિકાસ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ: શ્વેત ક્રાંતિ બાદ ગુજરાત અને ભારતભરમાં અમૂલ કંપનીએ સારો એવો વ્યાપ વધાર્યો છે. પણ આજે અમૂલને જો કોઈ એક પ્રાઈવેટ ડેરી ટક્કર આપી શકે તો તે છે પરાગ મિલ્ક ફૂડ પ્રાઈવેટ લિમિટેડ. મૂળ ગુજરાતી જૈન પરિવારના દેવેન્દ્ર શાહે 90ના દાયકામાં દૂધ હોલી ડે જાહેર થયા બાદ ઉત્પાદકોના ફાયદા માટે શરૂ કરેલી આ કંપની આજે મિલ્કની પ્રોડક્ટ ક્ષેત્રે આગવું નામ ધરાવે છે. પૂણેના મંચર અને આંધ્રપ્રદેશ નજીક મસમોટા પ્લાન્ટ અને વિદેશી ટેકનોલોજી સાથેનું ભારતનું પહેલું ફાર્મ ધરાવતી પરાગ મિલ્ક લિમિટેડ ‘ગોવર્ધન’, ‘ગો ચીઝ’, ‘પ્રાઉડ ઓફ કાઉ’ અને ‘ટોપ અપ’ જેવી બ્રાન્ડ હેઠળ ગાયના દૂધમાંથી 150થી વધારે પ્રોડક્ટ બનાવે છે.

પરાગ મિલ્કની 1992થી શરૂ થયેલી આ સફરમાં દેવેન્દ્ર શાહની પુત્રી અક્ષાલીનો પણ મહત્વનો ફાળો છે. પિતાના બિઝનેસને આધુનિકતા તરફ વાળવા 2010માં પરાગ મિલ્કમાં જોડાયેલી અક્ષાલીએ ‘પ્રાઈડ ઓફ કાઉ’ દ્વારા મુંબઈ અને પૂણેના સેલિબ્રિટીઓના ઘરે પોતાના ફાર્મનું દૂધ પહોચતુ કર્યું છે. પરાગ મિલ્ક લિમિટેડ રોજની 10 લાખ લિટર આઉટપુટ કેપેસિટી વાળો એશિયાનો સૌથી મોટો ચીઝ પ્લાન્ટ પણ ધરાવે છે. વર્ષે કરોડોનું ટર્નઓવર કરતી આ કંપની 33 દેશોમાં પોતાની પ્રોડક્ટ નિકાસ કરે છે.

(આગળ વાંચો પરાગ મિલ્કના દેવેન્દ્ર શાહની સફળતા વિશે)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો