કરોડોનો આસામી છે આ ગુજરાતી, ગેરેજમાં 8 રોલ્સરોય સહિત લક્ઝુરીયસ કાર્સનો કાફલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: પુણેની પૂનાવાલા પરિવારથી આજે લગભગ કોઈ અજાણ નહીં હોય. વર્ષ 2015માં મુંબઈના લિંકન હાઉસની ખરીદીથી લઈને સારી એવી ચર્ચામાં આવેલી આ ફેમિલિ પોતાના કરોડોના બિઝનેસ, કલ્ઝુરીયસ કારના શોખના કારણે દેશ સહિત વિદેશમાં પણ પ્રખ્યાત છે. પૂનાવાલા ગૃપના ચેરમેન સાયરસ પૂનાવાલાથી માંડીને પરિવારના લગભગ તમામ સભ્યો કારના શોખીન છે.

ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના કાર કલેક્શનને ટક્કર આપે તેવુ કાર કલેક્શન ધરાવતા સાયરસ પૂનાવાલાના પુત્ર અદાર અને તેના પિતરાઈ ભાઈ યોહન બિઝનેસની સાથે લક્ઝુરીયસ કારના પણ દિવાના છે. નોંધનીય છે કે, સુરત પાસેના સંજાણ બંદરેથી ગુજરાતમાં આવેલા પારસીઓ રાજ્યભરમાં ફેલાયા હતા. બાદમાં ગુજરાત બહાર ભારતભરમાં વેપાર અર્થે સ્થાયી થયા હતા. સાયરસ પૂનાવાલાનો પરિવાર પણ આમાનો એક છે.

પૂનાવાલા પરિવારનું કાર કલેક્શન

- એક રિપોર્ટ અનુસાર પૂનાવાલા પરિવાર પાસે કરોડોની કિંમતની આઠ જેટલી રોલ્સરોય કાર છે.
- આ ઉપરાંત વિન્ટેજ કારનો શોખ ધરાવતા આ પરિવારે રાજવી પરિવાર પાસેથી લીધેલી વિન્ટેજ કારનું મોટુ કલેક્શન છે.
- અદાર પૂનાવાલાએ મર્સિડીઝ એસ ક્લાસને મોડિફાઈડ કરીને બેટમેન(બેટમોબાઈલ) જેવી કાર બનાવી છે.
- અદાર પૂનાવાલાના કાર કલેક્શનમાં Bentley, Ferrari F430 સહિતની સ્પોર્ટ્સ અને વિન્ટેજ કાર સામેલ છે.
- અદાર પૂનાવાલાના પિતરાઈ ભાઈ યોહન પાસે પણ ક્લાસિક અને મોર્ડન કારનું બહોળુ કલેક્શન છે.
- યોહન પાસે Mercedes Benz 190 SLથી માંડીને Rolls Royce Phantom III કાર્સ છે.
- આ ઉપરાંત તેના કાર કલેક્શનમાં BMW 760 Li, Mercedes Benz S600, Mercedes Benz SLS AMG, Lamborghini Gallardo સહિતની મોર્ડન કાર પણ સામેલ છે.
 
(આગળ વાંચો અદાર પૂનાવાલાએ દિકરાને ભેટ આપી છે બેટમેન કાર, ભારતના 10માં સૌથી ધનિક વ્યક્તિ)
અન્ય સમાચારો પણ છે...