તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાકિસ્તાનમાં 'ગુજરાતી' ચટાકો, 625 રૂપિયાની થાળી છતાં લાગે છે લાઈન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ભારતમાં મોટાભાગના લોકો પાકિસ્તાનને અલગ નજરથી જુએ છે. પાકિસ્તાનના ભોજન, રીત-રિવાજ અને અન્ય ઘણી બધી બાબતોથી તે ભારત કરતા અલગ તરી આવે છે. પણ પાકિસ્તાનમાં ઘણા ભારતીયો સહિત ગુજરાતીઓ વસવાટ કરે છે. પાકિસ્તાનના જુદા જુદા વિસ્તારમાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ ત્યાં અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા છે. વિદેશથી ભારતના પ્રવાસે આવતા લોકોમાં ખાસ કરીને ગુજરાતી ભોજન માટે ખાસ આકર્ષણ હોય છે. એવી જ રીતે પાકિસ્તાનના કરાચીમાં પણ મૂળ ગુજરાતી માલિકની શાકાહારી ગુજરાતી રેસ્ટોરન્ટ પ્રખ્યાત બની રહી છે. પાકિસ્તાનના કરાચીમાં બ્લોક-7, ક્લિફટન મેન રોડ પર આવેલી ‘રાજ રસોઈ: એક રિવાયત’ રેસ્ટોરન્ટનો માહોલ ગુજરાતી અને રાજસ્થાનની કોઈ રેસ્ટોરન્ટની જેવો જોવા મળે છે.

-રાજસ્થાની-ગુજરાતી સ્ટાઈલમાં સ્વાગત

- કરાચીમાં આવેલી આ રેસ્ટોરન્ટમાં રાજસ્થાનની કોઈ રેસ્ટોરન્ટની જેમ જ ગ્રાહકોનું સ્વાગત કરવામાં આવે છે
- રાજસ્થાની સ્ટાઈલના કપડામાં સજ્જ એક વ્યક્તિ રેસ્ટોરન્ટમાં સ્વાગત કરે છે
- આ વ્યક્તિ ગુજરાતી દેશી કૂર્તા સાથે પાયજામા અને રાજસ્થાની પાઘડી અને મોજડીમાં સજ્જ હોય છે.
- રેસ્ટોરન્ટનો સ્ટાફ પણ ગુજરાતી અને કાઠીયાવાડી ભાષામાં સ્વાગત કરે છે.
- રેસ્ટોરન્ટનું ભોજન મેનું શુદ્ધ શાકાહારી ગુજરાતી અને રાજસ્થાની ડીસ આધારીત જ રાખવામાં આવે છે.
- રેસ્ટોરન્ટની 726 આઈટમના મેનુમાંથી દરરોજ ગુજરાતી અને રાજસ્થાન ભોજન આધારીત કંઈક નવું પિરસવામાં આવે છે.
- રાજ રસોઈ રેસ્ટોરન્ટમાં ‘buffet Thali’ના રૂ. 625 રાખવામાં આવ્યા છે.
- જોકે રેસ્ટોરન્ટ દ્વારા નવી નવી ડીસકાઉન્ટ સ્કીમ પણ આપવામાં આવે છે
- રાજ રસોઈ રેસ્ટોરન્ટ દ્વારા ‘Thali-on-the-go’ના ટાઈટલ હેઠળ પાર્સલ સુવિધા પણ આપવામાં આવે છે,
- રાજ રસોઈ દ્વારા ગુજરાતી લોકોમાં પ્રખ્યાત ઢોકળાની હોમ ડિલિવરી સુવિધા પણ આપવામાં આવે છે.

આગળ વાંચો કરાચીની રાજ રસોઈ રેસ્ટોરન્ટના માલિક મૂળ ગુજરાતી
અન્ય સમાચારો પણ છે...