તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખોપતિ એજ્યુકેટેડ કપલ સિટીનો મોહ છોડી રહે છે ગામડામાં, જીવે છે આવી લાઈફ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગામડામાં રહેતા આજના યુવાનો શહેરો તરફ આકર્ષાયા છે. માતા-પિતા પણ પોતાના પુત્ર કે પુત્રી ભણીગણીને શહેરમાં નોકરી કરી સારૂ જીવન પસાર કરે તેવી ઈચ્છા રાખતા હોય છે. પણ જૂનાગઢનો એક પટેલ પરિવાર આ બધાથી જરા હટકે છે. જૂનાગઢના જામકા ગામે રહેતા પરસોત્તમભાઈ સીદપરા પરિવારના બંને પુત્રોએ હાઈ એજ્યુકેશન બાદ ખેતી અને પશુપાલનને પોતાનો વ્યવસાય બનાવી ગામડામાં રહેવાનો નિર્ણય કર્યો.
એટલું જ નહીં પરસોત્તમભાઈની ભણેલી-ગણેલી પુત્રવધૂઓ ગામડામાં રહીને ખેતી-પશુપાલન જેવી પ્રવૃતિઓમાં હોશેહોશે ભાગ લે છે. ગામડામાં પણ ખેતી અને પશુપાલન કરી લાખો રૂપિયાનો બિઝનેસની સાથે ગામડાના વારસા, મુલ્યો અને સંસ્કારનું જતન કરતા સીદપરા પરિવારના આ પગલાથી અન્ય ખેડૂતો અને યુવાનો પણ પ્રોત્સાહિત થયા છે. પરસોત્તમભાઈ પોતાના પુત્રોના લગ્ન પણ યુનિક રીતે કર્યાં હતા. જેના દ્વારા પણ તેઓએ ખેડૂતોને સ્વાવલંબી જીવન જીવે શકે તેવો સંદેશો આપ્યો હતો.
 
કેમ કર્યો ગામડે રહેવાનો નિર્ણય

- જૂનાગઢ નજીના જામકા ગામે રહેતો સીદપરા પરિવાર પરંપરાગત ખેતી અને પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલો હતો.
- પરસોત્તમભાઈ ધોરણ બારનો અભ્યાસ કરી કોલેજ અધવચ્ચે છોડી પિતા સાથે ખેતી અને પશુપાલનમાં લાગી ગયા હતા.
- પરસોત્તમભાઈએ જણાવ્યું હતું કે, ખેતી-પશુપાલનને તમે એક ઈન્ડસ્ટ્રીઝ તરીકે જુઓ તો તેની સરખામણીમાં કોઈ ન આવી શકે.
- પરંપરાગત ખેતી કરતા પિતા સાથે પરસોત્તમભાઈએ નવી નવી ટેકનિક અપનાવી ખેતી કરવાનું શરૂ કર્યું.
- પરસોત્તમભાઈના પુત્ર ભાવિન અને કિશન પિતાને નાનપણથી ખેતી અને પશુપાલન કરતા જોઈ મોટા થયા હતા.
- પિતાના સંસ્કાર અને ગામડાના સારા જીવન તેમજ ખેતીના વારસાને આગળ વધારવા પુત્રોએ પણ ગામડે રહેવાનો વિચાર કર્યો.
- પરસોત્તમભાઈના મોટા પુત્ર ભાવિન મિકેનિકલ એન્જીનિયરના અભ્યાસ બાદ પિતાના પશુપાલનનો કાર્યભાળ સંભાળ્યો.
- જ્યારે નાના પુત્ર કિશને પણ એન્જીનિયરિંગના અભ્યાસ બાદ ખેતી અને ગૌશાળાની જવાબદારી સંભાળી.
 
આગળ વાંચો પુત્રવધૂઓ પણ ગામડે રહેવા માટે તૈયાર
અન્ય સમાચારો પણ છે...