ધીરૂભાઈ અંબાણીના રસપ્રદ કિસ્સા: જ્યારે બાને કહ્યું-‘હું ઢગલામોઢે રૂપિયા કમાવાનો છું’

તેમના નજીકના લોકો અને પરિવારના સભ્યોએ ધીરૂભાઈના જીવન અંગે વર્ણવેલા યાદગાર કિસ્સા પણ રસપ્રદ છે

divyabhaskar.com | Updated - Jul 06, 2017, 11:10 AM
Some Interesting cases about Dhirubhai Ambani Life

તેમના નજીકના લોકો અને પરિવારના સભ્યોએ ધીરૂભાઈના જીવન અંગે વર્ણવેલા યાદગાર કિસ્સા પણ રસપ્રદ છે

અમદાવાદ: ‘રિલાયન્સ એટલે ધીરૂભાઈ, અને ધીરૂભાઈ એટલે રિલાયન્સ’ એક બીજાના પર્યાય બની રહેલા બે શબ્દોથી અને તેની તાકાતથી આજે લગભગ કોઈ અજાણ નથી. 6 જુલાઈ 2002ના રોજ મુંબઈની હોસ્પિટલમાં ધીરૂભાઈ અંબાણીએ અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતના નાનકડા એવા ગામમાં જન્મેલા ધીરજલાલ હિરાચંદ અંબાણીએ અથાગ મહેનત અને સમયને પારખી લેવાની શક્તિથી ઉભા કરેલા મસમોટા એમ્પાયરની દોર પોતાના બંન્ને પુત્રો સંભાળી રહ્યાં છે.

ધીરૂભાઈ અંબાણી હંમેશા ભારતને એક મહાન રાષ્ટ્ર બનાવવા માગતા હતા. યમનથી મુંબઈ આવી શરૂ કરેલી રિલાયન્સનું નામ આ માણસે 2002 સુધીમાં તો વિશ્વમાં ગુંજતુ કરી દીધું હતું. ધીરૂભાઈએ નાનપણથી જ શરૂ કરેલી સંઘર્ષમય સફરમાં અનેક પડકારોનો હિંમતભેર સામનો કર્યો હતો. ધીરૂભાઈના જીવન અંગે ઘણી વાર અને અનેક રીતે લખાયું છે. પણ તેમના નજીકના લોકો અને પરિવારના સભ્યોએ ધીરૂભાઈના જીવન અંગે વર્ણવેલા યાદગાર કિસ્સા પણ રસપ્રદ છે. divyabhaskar.com ધીરૂભાઈ અંબાણી પૂણ્યતિથિના દિવસે તેમના જીવનના કેટલાક યાદગાર કિસ્સા રજૂ કરી રહ્યું છે.

ચોરવાડનો ચેમ્પિયન

એક વાર ધીરૂભાઈ અને તેના મોટાભાઈને ‘જુવાન દીકરાઓ તરીકે બે પૈસા કમાઈને ઘર ચલાવવામાં મદદ તો કરો’ એવો ઠપકો બા પાસેથી સાંભળવો પડ્યો, ઠપકો સાંભળીને ધીરૂભાઈએ જથ્થાબંધ વેપારી પાસેથી સિંગતેલનો ડબ્બો લઈ આવ્યા, સિંગતેલનું છૂટક વેચાણ કરી કમાણીના પૈસા બાને આપ્યા અને કહ્યું, ‘બે પૈસા કમાવા કેટલા સહેલા છે! તમે ચિંતા ના કરો. હું ઢગલામોઢે રૂપિયા કમાવાનો છું’
(આગળ વાંચો ધીરૂભાઈ અંબાણીના જીવનના અન્ય યાદગાર કિસ્સા)

Some Interesting cases about Dhirubhai Ambani Life
પ્રથમ હરીફનો પડકાર

ધીરૂભાઈને દરેક બિઝનેસ કે દરેક ક્ષેત્રમાં અનેક પડકારોનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે તમામ વસ્તુઓની સાથે યાર્નના ભાવ ગગડી ગયા હતા. વિરોધીઓ પણ મોકાની રાહ જોતા હતા તેમ બજારમાં અફવા ફેલાઈ કે ધીરૂભાઈને નુકસાની કરીને યાર્નનો માલ કાઢવો પડ્યો છે. આ અફવાથી ધીરૂભાઈને નાણા ધીરનારા ગભરાઈ ગયા. બિઝનેસમાં હરીફો અન્યને નુકસાન પહોંચાડવા કઈ હદે જતા હોય છે, તેનો પહેલો અનુભવ ધીરૂભાઈને થયો.

મિત્રો અને સાથીદારોએ ધીરૂભાઈને થોડા દિવસ બજારમાં ન દેખાવાની સલાહ આપી. ધીરૂભાઈએ આ સલાહ ન માની અને થોડી વિચારણા કરી યાર્ન બજારના નોટિસ બોર્ડ પર જાહેરાત ચોંટાડી દીધી. ધીરૂભાઈ જાહેરાત કરી કે રિલાયન્સને નાણાં ધીર્યા હોય તેમણે તરત જ પોતાના પૈસા પાછા લઈ જવા અને તે પણ પોતાની પસંદગીની રૂપિયાની નોટોમાં મળશે! જોકે આ જાહેરાત બાદ ઉલટાનો ધીરૂભાઈ પર લોકોનો વિશ્વાસ વધ્યો હતો.
Some Interesting cases about Dhirubhai Ambani Life
સફળતાની સફરની શરૂઆત
 
ધીરૂભાઈએ થોડા વર્ષો મરી-મસાલા બજારમાં કામ કર્યું. મુંબઈમા તેમની નાની ઓફિસ યાર્ન બજારની બાજુમાં જ હતી. તેથી તેમને યાર્ન બજારમાં પૈસા કમાવાની તક દેખાવા લાગી. યાર્ન બજાર વિશે કંઈ ન જાણતા ધીરૂભાઈએ આ વિશે ખૂબ વાંચ્યુ અને યાર્ન બજાર વિશેની માહિતી મેળવવાનું શરૂ કર્યું. યાર્નના કામકાજમાં વધૂ નાણાનું રોકાણ કરવુ પડતુ હોવાથી અને પૈસા ન હોવાથી આ જમાનામાં કેટલાક ગુજરાતી બિલ્ડરો ઊંચા વ્યાજે નાણાં ધીરવાનું કામ કરતા હતા.
આવા સંજોગોમાં ધીરૂભાઈએ નાણાંની ચિંતા કર્યા વિના યાર્નના બિઝનેસમાં ઝંપલાવી પ્રાથમિક તબક્કે જ બજારનું રૂખ પારખી આગળ નીકળવા લાગ્યાં. તેમણે નાણાં ધીરનારાઓને ઊંચું વ્યાજ ચૂકવવાનું શરૂ કર્યું. કોઈ મોટા નફાના સોદામાં ધીરૂભાઈ વ્યાજ ઉપરાંત થોડું બોનસ પણ આપતા. આ કારણે નાણા ધીરનારા લોકો સામે ચાલીને ધીરૂભાઈ પાસે આવવા લાગ્યા. બિલ્ડરો અને વેપારીઓ રોજ સાંજે નાણાંની થોકડીઓ લઈને લોન આપવા તેમની ઓફિસે લાઈન લગાવતા.
Some Interesting cases about Dhirubhai Ambani Life
દિલદાર લીડર

એક અગ્રણી ઉદ્યોગપતિ આર્થિંક ભીંસમાં આવી ગયા હતા. જોકે ઉદ્યોગપતિ પાસે અનેક જમીન-મિલકત હતી. તેમણે ધીરૂભાઈના વતનની પાસે આવેલી પોતાની 50 એકર જમીન વેંચવા કાઢી હતી. તેમણે ધીરૂભાઈના અધિકારીઓ સાથે પણ વાત કરી હતી પણ કિંમત બમણી હોવાના કારણે અધિકારીઓએ જવાબ માટે રાહ જોવા માટે કહ્યું હતું. બજારમાં ચાલી રહેલી વાતો દ્વારા ધીરૂભાઈને આ અંગે જાણ થઈ, તેમણે તેમના અધિકારીઓને બોલાવીને વિગતવાર આખી વાત જાણી. બાદમાં તેઓએ અધિકારીઓને કહ્યું કે, 'તેઓ માંગે છે તેના કરતા બમણી કિંમત આપો, ગુજરાતનો એક ખાનદાની વેપારી પરિવાર છે અને તેમણે આકરી મહેનત કરીને પોતાનો ધંધો જમાવ્યો છે.' જોકે બાદમાં આ સોદો થયો નહોતો.
Some Interesting cases about Dhirubhai Ambani Life
15 વર્ષની વયે શાળામાં હડતાળ

જૂનાગઢ શિક્ષણ વિભાગે શાળામાં બાળકોની સંખ્યા પ્રમાણે ગ્રેડ આપવાનો નિર્ણય કર્યો, આ તદ્દન અન્યાયી નિર્ણય સામે 15 વર્ષની ઉંમરે ધીરૂભાઈ સહિતના વિદ્યાર્થીઓએ હડતાળ પાડવાનું નક્કી કર્યું. હડતાળ અટકાવવા માટે અધિકારીઓએ ધીરૂભાઈ અને બીજા આગેવાન વિદ્યાર્થીઓને બાજુમાં બોલાવીને સમજાવવાની કોશિશ કરી. બીજા વિદ્યાર્થીઓ અધિકારીઓની વાતમાં આવી ગયા પણ ધીરૂભાઈએ સ્પષ્ટ જણાવી દીધુ, ‘હડતાળ પાછી ખેંચાશે નહીં, હડતાળ તો પડશે જ’. આ પ્રમાણે એક પણ શાળા તે દિવસે ખૂલી નહીં, પ્રાથમિક શાળા પણ બંધ રહીં.
Some Interesting cases about Dhirubhai Ambani Life
રાત્રી શાળાનું રતન ધીરૂભાઈ

ધીરૂભાઈને કોલેજમાં ભણવાનો મોકો મળ્યો નહોતો, તેમણે નામુ, ટ્રેડના વાયદાઓ અને ટાઈપિંગ પણ રાત્રી શાળામાં દાખલ થઈને શીખી લીધા. નામું લખવાનું ભણ્યા પછી તેનો જાત અનુભવ મેળવવા તેમણે એક નાની કંપની માધવદાસ માણેકચંદની કંપનીમાં શીખાઉ તરીકે કામ કરવાનું ચાલુ કર્યું. છ મહિના બાદ કંપનીએ પગાર આપવાની વાત કરી, પણ ધીરૂભાઈએ તે સ્વીકાર્યું નહીં. તેમણે કહ્યું, પોતે અહીં શીખવા અને અનુભવ મેળવવા માટે આવ્યા હતા. પૈસાની અપેક્ષાએ નહીં. માલિક પણ સિદ્ધાંતપાલન ધીરૂભાઈથી પ્રભાવિત થયા હતા. કેમ કે આ સમયે ધીરૂભાઈને પૈસાની ખરેખર જરૂર હતી.
Some Interesting cases about Dhirubhai Ambani Life
પડકારોમાંથી પ્રેરણા

ધીરૂભાઈ અને તેમના મિત્રો ઘણીવાર બોટમાં મધદરિયે જઈને પાર્ટી કરતા હતા. એકવાર વાતવાતમાં મિત્રો વચ્ચે શરત લાગી કે, જે દરિયામાં જમ્પ મારીને કીનારે જઈને આવશે તેનએ એક આઈસક્રીમનો બાઉલ આપવામાં આવશે. જોકે, તમામે વાત નકારી અને કહ્યું કે, એક આઈસક્રિમ માટે આટલું જોખમ શા માટે ખેડવું પડે. જો કે દરિયામાં અનેક શાર્ક પણ હતી. પણ આખરે પડકારોનો સામનો કરનાર ધીરૂભાઈ અને તેમના એક મિત્ર આગળ આવ્યા અને શરતનો સ્વિકાર કરી દરિયામાં જમ્પ મારી દીધો. દરિયા કિનારે જઈને પાછા આવીને ધીરૂભાઈએ વટથી કહ્યું કે, 'લાવો મારો આઈસક્રીમ!'
Some Interesting cases about Dhirubhai Ambani Life
‘ના, એ કોઈ જવાબ નથી’

અમદાવાદમાં એક પ્રેસમાં હાજર રહેવાનું હતું ત્યારે ધીરૂભાઈ હજુ લકવાની બીમારીમાંથી બેઠાં જ થયા હતા. ધીરૂભાઈ પરફેક્શનમાં માનનારા હતા. તેમણે તેમના એક માણસને હોટલની રૂમમાં બોલાવ્યો તે સમયે ધીરૂભાઈ અરીસામાં જોઈને ટાઈ બાંધી રહ્યા હતા. પરંતુ શરીરમાં એક ભાગમાં લકવાની અસર હોવાના કારણે તેમનો હાથ હજૂ પણ નબળો હતો. રૂમમાં પ્રવેશેલા માણસને ધીરૂભાઈએ ટાઈ બાંધી આપવા માટે કહ્યું જોકે, તેને ટાઈ બાંધતા નહોતી આવડતી. બાદમાં ધીરૂભાઈએ નબળા હાથને બળ આપીને ટાઈ જાતે જ બાંધી લીધી. આ જોઈને ડોક્ટરો પણ અચંબામાં મુકાઈ ગયા હતા કે, આ કોઈ મેડિકલનો ચમત્કાર જ છે.
Some Interesting cases about Dhirubhai Ambani Life
દોસ્તીમાં અવ્વલ

ધીરૂભાઈ તેમના મૂળિયાને ક્યારેય ભુલ્યા નહોતા. હંમેશા તેમની મદદ કરવા માટે આવી પહોંચતા હતા. એકવાર ચોરવાડમાં જમણવાર કરીને ધીરૂભાઈનો પરિવાર જે મકાનમાં ભાડે રહેતો હતો ત્યાં પહોંચી ગયા હતા અને બાળપણના ગોઠિયાઓને એકઠા કરી ડાયરો જમાવ્યો. તે સમયે મકાન માલિકની દિકરી સાથે તેઓ જે રીતે વાતો કરતા તે જોઈને કોઈ કહી ન શકે કે આ વ્યક્તિ ભારતની સૌથી મોટી કંપનીના માલિક છે. બાળપણના ગોઠિયાઓ સાથે જૂની વાતો તાજી કરીને મુક્ત મને હસી પડતા.
 
X
Some Interesting cases about Dhirubhai Ambani Life
Some Interesting cases about Dhirubhai Ambani Life
Some Interesting cases about Dhirubhai Ambani Life
Some Interesting cases about Dhirubhai Ambani Life
Some Interesting cases about Dhirubhai Ambani Life
Some Interesting cases about Dhirubhai Ambani Life
Some Interesting cases about Dhirubhai Ambani Life
Some Interesting cases about Dhirubhai Ambani Life
Some Interesting cases about Dhirubhai Ambani Life
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App