આધુનિકતા સાથે નેચરલ ટચ: મહેલને પણ ઝાંખો પાડે તેવો છે અમદાવાદનો આ બંગલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: અમદાવાદ શહેરને સિમેન્ટ-ક્રોક્રિટનું જંગલ કહેવામાં આવે છે, ચારે તરફ વિશાળ ઈમારતો અને શોપિંગ મોલથી ઢંકાયેલા આ શહેરમાં ગ્રીનરી બહું ઓછી જગ્યાએ જોવા મળે છે. પણ બોપલ રોડ પર વિશાળ જગ્યામાં ફેલાયેલા એક બંગલામાં પ્રવેશતા જ ગ્રીનરીનો અનુભવ થાય. બોપલ વિસ્તારમાં આવેલા આ બંગલાની ખાસ વાત એ છે કે, માત્ર બહાર જ નહીં પણ બંગલાની અંદર પણ વિશાળ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે. આધુનિક તેમજ રજવાડી લૂક સાથે તૈયાર કરાયેલા આ બંગલાની બહાર તેમજ અંદર ચારે બાજુ ગ્રીનરી જ જોવા મળે.

ગેટ બહારના વિશાળ ગાર્ડનને પાર કરી બંગલામાં અંદર પ્રવેશતા ફરી તમને 23 ફૂટનું સાયકસ ટ્રી અને મનીવેલથી ઢંકાયેલું ગાર્ડન સામે આવે. નીચેના ભાગે ગાર્ડનની ફરતે ચારે બાજુ ડ્રોઈંગ રૂમ, બે બેડરૂમ કીચન તેમજ ડાયનિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરના ભાગે રાઉન્ડ શેપમાં બેડરૂમ અને હોમ થિએટરની વ્યવસ્થા છે. તો બીજી તરફ ગાર્ડન અને બંગલાને કુદરતી પ્રકાશ મળી રહે તે માટે અંદરના ચોકની ઉપર ટ્રાન્સપરન્ટ ડોમ બનાવવામાં આવ્યો છે. આધુનિકતા સાથે નેચરલ થીમ પર તૈયાર કરવામાં આવેલો આ બંગલો સારા સારા મહેલોને પણ ઝાંખા પાડે છે.

(આગળ વાંચો કેવો છે અંદર બહાર ગાર્ડનથી ઘેરાયેલો અમદાવાદનો બંગલો)