એક પણ ચોપડી નથી ભણેલા ગાયક રાજભા ગઢવી, ગામઠી સ્ટાઈલથી જીવે છે જીવન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગીરના જંગલમાં ભેંસો-ગાયો અને સિંહ વચ્ચે કુદરતી પ્રકૃતિના ખોળે મોટા થયેલા ગાયક કલાકાર અને કવિ રાજભા ગઢવી પોતાના કાર્યક્રમમાં ગામઠી જીવન શૈલીને લોકસાહિત્ય ઢાળી અનોખી રંગત જમાવે છે. સિંગીગ અને લોકસાહિત્ય ક્ષેત્રમાં ગીરના 33 વર્ષિય રાજભા ગઢવીનું નામ આગવી હરોળમાં લેવામાં આવે છે. અમરેલીના ગીરમાં કનકાઈ-બાણેજ પાસેના લીલાપાણી નેસમાં જન્મેલા રાજભા ગઢવી એક પણ ચોપડી ભણેલા ન હોવા છતા રાજભા એક ઉમદા કવિની સાથે લોકસાહિત્યકાર પણ છે.

નાનપણમાં ગીરમાં ભેંસ ચરાવવાની સાથે રેડિયો પર ભજન સાંભળતા રાજભા આજે ગુજરાત સહિત આફ્રિકામાં પણ પોતોની સૂરાવલી રેલાવી ચૂક્યા છે. આજે પ્રખ્યાત લોક સાહિત્યકાર અને કવિ હોવા છતા સામાન્ય અને ગામઠી જીવનશૈલીમાં માનતા રાજભાએ divyabhaskar.com સાથેની વાતચીતમાં પોતાની સંગીત સફર વિશે વાત કરી હતી.

(આગળ વાંચો રાજભા ગઢવીની સંગીત સફર વિશે)
અન્ય સમાચારો પણ છે...