ચકીત કરી દેશે ગુજરાતના આ રોયલ પેલેસનો નજારો, વિદેશીઓ પણ લે છે મુલાકાત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:  થોડા સમય પહેલા જ અમદાવાદને હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું હતું. પણ ગુજરાતભરમાં ફેલાયેલા હેરિટેજ વારસાને માણવા અને જાણવા માટે દેશ-વિદેશથી લોકો આવે છે. ગુજરાતના રાજપીપળામાં આવેલો પેલેસ આવો જ એક માણવા લાયક હેરિટેજ પેલેસ છે. આશરે 1915 રાજપીપળાના રાજા વિજયસિંહજી દ્વારા રાજવંત પેલેસની સ્થાપના કરવામાં આવી હતી.

ટીપીકલ યુરોપિયન સ્ટાઈલના અદ્દભુત નમુના સમાન આ મહેલમાં આજે અનેક ફિલ્મ અને સિરિયલોના શૂટિંગ પણ થયા છે. એટલું જ નહીં આજે રાજવંત પેલેસ રિસોર્ટ તેમજ વિજયરાજ પેલેસ હોમ સ્ટે નામે ઓળખાતો આ પેલેસમાં વિદેશના લોકોએ અહીંના યુવરાજ માનવેન્દ્રસિંહજી ગોહિલના જીવન પર પણ ફિલ્માંકન કર્યું છે.
 
(આગળ જુઓ અને વાંચો રાજવંત પેલેસ વિશે વધુ)
અન્ય સમાચારો પણ છે...