11 કરોડ રૂપિયાની લક્ઝુરિયસ કાર ચલાવે છે આ ગુજરાતી, રોડ પર જોતા રહીં જાય લોકો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાતીઓમાં લક્ઝુરીયસ કારનો ક્રેઝ જાણીતો છે. એમાં પણ રોલ્સરોયની વાત આવે ગુજરાતીઓની ઉત્સુકતા વધી જાય એ સ્વાભાવિક વાત છે. ગુજરાતના રોડ પર આમ તો 15થી વધુ રોલ્સરોય ફરી રહી છે પણ સૌથી મોંઘી રોલ્સરોય કેડિલા હેલ્થકેરના એમડી પંકજ પટેલ પાસે છે. ફોર્બ્સની યાદીમાં ભારતના 23માં સૌથી ધનવાન પંકજ પટેલને કારનો બહુ શોખ છે. અંદાજે 30 હજાર કરોડ (4.5 બિલિયન ડૉલર)ના માલિક પંકજ પટેલના કાર કલેક્શનમાં અનેક અલ્ટ્રા લક્ઝુરીયસ કાર સામેલ છે. પંકજ પટેલ પાસે રોલ્સરોયનું Phantom Extended Wheelbase મૉડેલ છે, જેની ટેક્સ સહિત ઓન રોડ કિંમત અંદાજે 11 કરોડ રૂ. હોવાનું કહેવાય છે.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ તસવીરો અને વાંચો Rolls-Royce Phantomની ખાસિયતો)
અન્ય સમાચારો પણ છે...