તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘તારા Jioનું નેટ મને નથી થતું સેટ’ની સિંગર, કરે છે કોલેજ, ગોવામાં પણ મચાવી છે ધમાલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ગુજરાતમાં લોકડાયરા અને ભજન ડાયરાની જેમ હવે લગ્ન સહિતના પ્રસંગોમાં સ્ટેજ પ્રોગ્રામનો જબરો ક્રેઝ છે. ગાયકી ક્ષેત્રે ઘણા કલાકારો પોતાના અવાજથી જાણીતા છે. પણ નાની ઉંમરે સિંગીગ ક્ષેત્રમાં સફળ થયેલા ગાયક કલાકારો ગણ્યા ગાંઠ્યા છે, આમાનું એક નામ એટલે મનિષા બારોટ. ‘ડીજે પ્રેમ દિવાની’ બાદ થોડા સમય પહેલા જ ‘તારા Jioનું નેટ મને નથી થતું સેટ’ ગુજરાતી ગીત દ્વારા ગાયકી ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી ચૂકેલી મનિષા બારોટે પાંચ વર્ષની ઉંમરે સિંગીગની શરૂઆત કરી હતી.

સિંગર પિતા દ્વારા વારસમાં ઉતરેલા સંગીતના કારણે સિંગીગ તરફ આકર્ષાયેલી મનિષાએ આજે તો ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મુંબઈ જેવા વિસ્તારોમાં પણ પોતાની સૂરનો પરચો આપી ચૂકી છે. divyabhaskar.com સાથેની વાતચીતમાં મનિષાએ સિંગીગ જર્ની વિશે વિગતે વાત કરી હતી. 18 વર્ષિય ગાયક કલાકાર મનિષાએ જણાવ્યું હતું કે, મારા સિંગર પિતાની પ્રેરણા અને અંકલ મનુભાઈ રબારીના સપોર્ટના કારણે આજે હું સિંગીગ ક્ષેત્રમાં અહીં સુધી પહોંચી શકી છું. નાનપણથી જ ગુજરાતી ગીત સિંગર પિતાને ગાતા જોઈ મોટી થયેલી મનિષા હાલમાં મનોજ જોબનપુત્રાના સહકારથી સ્ટુડિયો સરસ્વતી દ્વારા આલ્બમ ઉપરાંત હિન્દી તેમજ ગુજરાતી સોન્ગના સ્ટેજ કાર્યક્રમો આપે છે.
 
(આગળ વાંચો ‘તારા Jioનું નેટ મને નથી થતું સેટ’ ગીતની સિંગર મનિષા બારોટ વિશે)
અન્ય સમાચારો પણ છે...