રોજ 200 અસહાય વડીલોને ટિફિન પહોંચાડે છે આ ગુજરાતી, દીકરાની જેમ રાખે છે સંભાળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: આજના સમયમાં એક તરફ જ્યાં લોકો પોતાના સગા માતા-પિતાને પણ સાથે રાખવાને બદલે રખડતા છોડી દેતા હોય છે. જ્યારે બીજી તરફ એવા પણ ઘણા લોકો છે જેઓ અસહાય, નિરાધાર અને વયોવૃદ્ધની સેવા કરી માનવતાની મહેક ફેલાવી રહ્યાં છે. મુંબઈના ભાયંદર વિસ્તારમાં આવા જ એક ગુજરાતી ડોક્ટર ઉદય મોદી છે. જેઓ છેલ્લા 10 વર્ષથી ‘શ્રવણ ટિફિન સેવા’ના નામે મુંબઈમાં રહેતા અસહાય અને વયોવૃદ્ધને દરરોજ મફ્તમાં ગરમાગરમ ટિફિન પહોંચાડી સેવાકીય કાર્ય કરે છે.

વર્ષ 2008માં 10 વડીલોને ટિફિન મોકલીને શરૂ કરેલી આ સેવા આજે 200 કરતા વધારે ટિફિન સુધી પહોંચી છે, એટલું જ નહીં વ્યવસાયે આર્યુવેદિક ડોક્ટર હોવાથી ઉદયભાઈ વડીલોને દીકરાની જેમ દવા પણ ફ્રીમાં પહોંચાડે છે. આજે ઉદયભાઈની સેવામાં અન્ય લોકો પણ જોડાયા છે. ડો. મોદીની આર્થિક સ્થિતી સામાન્ય હોવાથી મિત્રો અને દાતાઓ દ્વારા મળતી મદદથી તેઓ ટિફિન સેવા હોંશભેર ચલાવે છે.
 
કેમ આવ્યો ટિફિન સેવાનો વિચાર

- ફ્રીમાં ટિફિન સેવા ચાલુ કરવાના ડો ઉદય મોદીના સંકલ્પ પાછળ એક હચમચાવી દેતી ઘટના છે.
- ડો. ઉદય મોદી મુંબઈના ભાયંદર વિસ્તારમાં પોતાનું આર્યુર્વેદીક દવાખાનું ચલાવે છે.
- 10 વર્ષ પહેલા એક રાત્રે દવાખાનું બંધ કરતી વખતે વૃદ્ધ દાદા દવા લેવા આવ્યા.
- નિયમિત દવા લેવા આ દાદા આ વખતે વાત કરતા ડો. મોદી સામે રડી પડ્યાં.
- લંબાણપૂર્વક વાત કરતા ડો. મોદીને જાણ થઈ કે એમને ત્રણ દીકરા હોવા છતા તેમની સાથે કોઈ રહેતું નથી.
- દાદાએ ડો. મોદીને જણાવ્યું કે, તેમના પત્ની લકવાગ્રસ્ત હોવાથી રસોઈ કે કોઈ કામ કરી શકે તેમ નથી.
- રડતા રડતા દાદાએ બચત ન હોવાથી બહારથી ભોજન પણ લઈ શકે તેવી સ્થિતિ ન હોવાનું જણાવ્યું.
- વૃદ્ધની આ વાત સાંભળી ઘરે આવેલા ડો. ઉદય મોદીએ પત્નીને આ વાત કરી તેમના માટે ટિફિન બનાવવાનું નક્કી કર્યું.
 
(આગળ વાંચો પત્ની કલ્પનાબેને કર્યો ડો. ઉદય મોદીને સપોર્ટ, 10થી 200 ટિફિન સુધી પહોંચી સેવા, દરરોજ દાદા-દાદીના ઘરે પહોંચે છે મફ્તમાં ટિફિન)
 
અન્ય સમાચારો પણ છે...