ગુજરાતી યુવાનના ભેજાની કમાલ: કરી સસ્તી ઈંટની શોધ, બનાવ્યા 1000 ટોઈલેટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: ‘સ્વચ્છતા મિશન’ બાદ ભારતભરના મોટાભાગના ગામો સ્વચ્છતા તેમજ શૌચાલય બનાવવા તરફ આગળ વધી રહ્યાં છે. મોટાભાગના ગામોએ 100 ટકા શૌચાલયનો લક્ષ્યાંક પૂર્ણ કર્યો છે. પણ આપણે અહીં વાત કરવાની એવા ગુજરાતી છોકરા વિશે, જેને 2005માં 11 વર્ષની ઉંમરે આવેલા આઈડિયા બાદ સંશોધનો કરી ભારતના સ્વચ્છતા મિશનમાં મહત્વનો રોલ ભજવ્યો છે. મૂળ વલસાડના બિનિશ દેસાઈ નામના યુવકે પેપર વેસ્ટમાંથી સસ્તી ઈંટ તૈયાર કરી છે. બિનિશ દેસાઈ દ્વારા તૈયાર કરાયેલી આ ઈંટો દ્વારા ગુજરાત, મહારાષ્ટ્ર અને હૈદરાબાદમાં આશરે એક હજાર કરતા વધારે શૌચાલયનું નિર્માણ કરાયું છે.

હેન્ડ પ્રેસ દ્વારા તૈયાર થતી આ ઈંટોના પ્લાન્ટને ઓટોમાઈઝેશન તરફ લઈ જવા સંશોધન કરી રહેલા બિનિશે divyabhaskar.com સાથે પોતાના આઈડિયા, સસ્તી ઈંટો તેમજ બ્લોક તૈયાર કરવાના ભવિષ્યના પ્લાન અંગે વિગતે વાતચીત કરી હતી. બિનિશે જણાવ્યું હતું કે, હાલમાં પેપર વેસ્ટ ઉપરાંત અન્ય ઈન્ડસ્ટ્રીયલ વેસ્ટનો ઉપયોગ કરી સસ્તી પ્રોડક્ટ તૈયાર કરવા માટે સંશોધન ચાલી રહ્યું છે. બિનિશની આ શોધ માટે નરેન્દ્ર મોદી અને આનંદીબેન પટેલ સન્માન કરી ચૂક્યાં છે. આ ઉપરાંત અમિતાભ બચ્ચને પણ સ્વચ્છતા સંબંધિત ઈન્ટરવ્યુમાં બિનિશના નાની ઉંમરના યોગદાનને બિરદાવ્યું હતું.

(આગળ વાંચો કેવી રીતે મળી સસ્તી ઈંટો બનાવવાની પ્રેરણા, પેપર વેસ્ટમાંથી સસ્તી ઈંટો બનાવવા કર્યું સંશોધન, ઈંટ ઉપરાંતની પ્રોડક્ટ તૈયાર કરે છે બિનિશ)
અન્ય સમાચારો પણ છે...