સૂઇ-ધાગાએ પ્રમોટ કર્યા કચ્છના પાબીબેનને, 19 પ્રકારની બેગ છે તેમની ઓળખ

પાબીબેન દ્વારા બનાવવામાં આવે છે અનેક પ્રકારની બેગ

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 05:31 PM
Sui Dhaga promoted Pabiben, kutch women know for her hand making bags

અમદાવાદઃ યશરાજ બેનર હેઠળ બની રહેલી વરૂણ ધવન અને અનુષ્કા શર્માને ચમકાવતી ફિલ્મ ‘સૂઇ-ધાગા મેડ ઇન ઇન્ડિયા’ 28 સપ્ટેમ્બરે લોન્ચ થવા જઇ રહી છે. ફિલ્મના પ્રોમોશનના ભાગ રૂપે ટીમ તરફથી અનોખી પહેલ કરવામાં આવી છે. જેમાં યશરાજ ફિલ્મ્સની વેબસાઇટમાં એક પેજ તૈયાર કરવામાં આવ્યું છે, જે ‘સૂઇ-ધાગા’ નામના આ પેજમાં મેડ ઇન ઇન્ડિયા હેન્ડ મેડ પ્રોડક્ટ્સને પ્રમોટ કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના કચ્છ જિલ્લાના રબારી મહિલા પાબીબેનને પણ પ્રમોટ કરવામાં આવ્યા છે.

2003માં જાણીતી બની તેમની બેગ્સ
પાબીબેને પરિવારને આર્થિક મદદ કરવા માટે ભરતકામ શરૂ કર્યું હતું. 18 વર્ષની વયે લગ્ન થઇ ગયા બાદ તેમણે હરીજરી ભરતકલાનું કામ શરૂ કર્યું અને વિવિધ લેસનો ઉપયોગ બનાવી કપડાં બનાવવા લાગ્યા. એ સમયગાળા દરમિયાન પાબીબેને હરીજરીનો ઉપયોગ કરીને એક બેગ બનાવી હતી, પરંતુ તેમને એ બેગ પસંદ પડી ન હતી. તેથી તેમણે બજારમાંથી વિવિધ લેસ અને જરી ખરીદીને એક નવી જ બેગ તૈયાર કરી. જ્યારે આ બેગ તૈયાર કરી ત્યારે તેમને એવું હતું કે કોણ આ બેગને પસંદ કરશે, જોકે એ સમયે કચ્છ આવેલી એક વિદેશી મહિલાને આ બેગ ઘણી પસંદ પડી હતી. ત્યારે આ બેગને પાબીબેગ નામ આપવામાં આવ્યું હતું. વર્ષ 2003માં આ બેગ ઘણી જાણીતી બની હતી. આજે હોલિવુડ અને બોલિવૂડની ફિલ્મોમાં પણ તેમની બેગ્સ જોવા મળે છે. અનેક બોલિવૂડ અભિનેત્રીઓ તેમની બેગ્સનો ઉપયોગ પણ કરે છે.

પાબીબેન દ્વારા બનાવવામાં આવે છે અનેક પ્રકારની બેગ
પાબીબેન સમય સાથે પોતાની પ્રોડક્ટને અપગ્રેડ પણ કરતા રહે છે. તેઓ આજની આધુનિક યુગની મહિલાઓને ધ્યાનમાં રાખીને બેગ તૈયાર કરી રહ્યાં છે. જેમાં શોપિંગ બેગ, લેપટોપ બેગ, રબારી વાયબ્રન્ટ બેગ, વસંતબહાર બેગ, રબારી રાસ પર્સ, ઢેબરિયા ટોટ બેગ, હેપ્પી હેન્ડ કલર બેગ, કેશૂડા બેગ, પાબી સ્લિંગ બેગ બનાવી છે. આ બેગોનું ભારતભરમાં વેચાણ કરવામાં આવે છે.

Sui Dhaga promoted Pabiben, kutch women know for her hand making bags

અનેક એવોર્ડ જીતી ચૂક્યા છે પાબીબેન
પાબીબેનને અનેક એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. જેમાં દિલ્હી ખાતે યોજાયેલી એક ડિજીટલ ઇનોવેશન સમિટમાં પાબીબેનને પ્રેરણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને મહિલા શક્તિ એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા.

Sui Dhaga promoted Pabiben, kutch women know for her hand making bags

યશરાજ ફિલ્મ્સે બનાવી છે શોર્ટ ફિલ્મ
યશરાજ દ્વારા સૂઇ-ધાગા ફિલ્મ બનાવવામાં આવી છે, જે 28 સપ્ટેમ્બરે લોન્ચ થવાની છે. જેના પ્રોમોશનના ભાગરૂપે ફિલ્મ નિર્માતા કંપની દ્વારા દેશના વિવિધ લોકોની સંઘર્ષ ગાથા દર્શાવતી શોર્ટ ફિલ્મ બનાવવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પહેલી ફિલ્મ કચ્છના પાબીબેન ઉપર બનાવવામાં આવી હતી. આ ફિલ્મ 2 મિનિટ છે અને તેમાં અનુષ્કા શર્માએ પોતાનો અવાજ આપ્યો છે.

X
Sui Dhaga promoted Pabiben, kutch women know for her hand making bags
Sui Dhaga promoted Pabiben, kutch women know for her hand making bags
Sui Dhaga promoted Pabiben, kutch women know for her hand making bags
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App