તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારા દાવામાં અહંકાર ન હોવો જોઈએ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાની લાયકાત આધારિત કોઈ દાવો કરવું ખોટું નથી. માની લો કે, પરિસ્થિતિ બગડી જાય અને તમે દાવો કરો કે હું આ સ્થિતિ સુધારી લઈશ તો તેમાં કોઈ દોષ નથી. મનુષ્યએ પોતાની લાયકાત, પોતાના અનુભવ પર વિશ્વાસ રાખવો જ જોઈએ. જોકે, એ દાવો પોલો અને અહંકારયુક્ત ન હોવો જોઈએ. તમારા દાવાને જો પાકો રાખવો હોય, સાચા પરિણામ સુધી પહોંચવું હોય તો ભગવાન પર વિશ્વાસ રાખો. અહીં અનુભવનો અર્થ એ છે કે, ક્યારેય પણ ભગવાને તમારો વિશ્વાસ નિભાવ્યો હોય તો તેને ભુલવો ન જોઈએ. જો તમે આમ નહીં કરો તો તમારો દાવો પોલો સાબિત થઈ શકે છે, જેવું કે યુદ્ધ મેદાનમાં મેઘનાત કરી રહ્યો હતો. કુંભકર્ણના મૃત્યુ પછી રાવણ જ્યારે વિલાપ કરતો હતો તો મેઘનાદે તેને અને ઘરની મહિલાઓને કહ્યું હતું, દેખેહુ કાલિ મોરી મનુસાઈ. અબહિં બહુત કા કરીં બડાઈ. ઈષ્ટદેવ સૈં મમ બલ રથ પાયઉં. સો બલતાત નતોહિ દેખાયઉં. મેઘનાદ દાવો કરે છે કે, બીજું વધારે શું કહું, પરંતુ આવતીકાલે મારો પુરુષાર્થ જોજો. મારી આષ્ટદેવ પાસેથી મેં જે શક્તિ અને રથ પ્રાપ્ત કર્યા હતા, તે અત્યાર સુધી કોઈને બતાવ્યા નથી, હવે આવતીકાલે બતાવીશ. પરંતુ બીજા દિવસે જ્યારે તે યુદ્ધ મેદાનમાં ઉતર્યો તો હનુમાનજીએ તેના બધા જ દાવા પોલા સાબિત કરી દીધા હતા. આથી, દાવા કરવામાં કોઈ વાંધો નથી, પરંતુ તે મેઘનાદની જેમ પોલો ન હોવો જોઈએ.

પો
જીવન-પથ
પં. વિજયશંકર મહેતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો