નાલાયક, તું તો એવો ને એવો રહ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એક કુટુંબમાં પિતાની તબિયત અેકાએક બગડી, પિતાની નાજૂક તબિયત જોઈ પુત્રને ચિંતા થવા લાગી તેને થયંુ કે, પિતાજીને જલદી હોસ્પિટલ પહોંચાડવા પડશે. રસ્તામાં પિતાએ બૂમ પાડીને કહ્યું, \\\"નાલાયક ગાડી જલદી ચલાવ. તારું તો એક પણ કામ બરાબર નથી. તું તો પહેલેથી જ એવો ને એવો રહ્યો.\\\'

પુત્રએ કહ્યું, પિતાજી ચિંતા ન કરો. આમ થોડા જ સમયમાં તેઓ હોસ્પિટલ પહોંચી ગયા. પિતાજી સાજા થઈ ગયા અને બીજા જ દિવસે ડોક્ટરે ઘરે જવાની પરવાનગી આપી. ફરી પાછા પિતાજી બોલ્યા નાલાયક તું મને સરખો સુવડાવ તો ખરો. બેવકૂફ તારું એક પણ કામ બરાબર નથી. તેના ઘરમાં તેની માં એક જ હતી જે હંમેશાં તેના પક્ષમાં રહેતી. આ સમયે પણ તેણે કહ્યું, ‘હવે તો તમે તેને બેટા કહી બોલાવો.’ પિતાજીએ કહ્યું કે, \\\"તું મારા દુ:ખને સમજતી નથી.\\\' મને મારા પુત્ર માટે ખૂબ જ માન છે. આ એક જ પુત્ર છે કે જે મારી સેવાચાકરી કરે છે. જ્યારે તેના બે મોટા ભાઈઅો તો તેની પત્ની અને બાળકોને લઈને અલગ અલગ થઈ ગયા છે. જેને હું લાયક સમજતો હતો તે તો આપણી સંભાળ પણ લેતા નથી. મને મનમાં એવો ડર છે કે હું આ પુત્રને પણ લાયક ગણું તો તે આપણને છોડીને ચાલ્યો જાય. બાકી મારા હ્યદયમાં તો તેના માટે અનોખું સ્થાન છે. આમ કહેતા તો તે રડી પડ્યા.

રૂમની બહાર ઊભેલો પુત્ર આ બધું ધ્યાનથી સાંભળતો હતો. તેની આંખ પણ આંસુથી તરબતર થઈ ગઈ. તે જલદીથી રૂમમાં આવી પિતાજીને ભેટી પડ્યો. પિતાએ કહ્યું, \\\"બેટા, તું આવી ગયો ?\\\' પુત્રએ કહ્યું, \\\"પિતાજી, મને બેટા ન કહો. મારે તો ફક્ત તમારા મુખેથી નાલાયક શબ્દ સાંભળવો છે. તમારા હૃદયમાં મારા માટે જે સ્થાન છે તે જ મારી મહામૂલી મૂડી છે. હવે તમે તમારા મનમાંથી જે ડર છે તે કાઢી નાખો છેવટ સુધી આ નાલાયક પુત્ર તમોને છોડીને ચાલ્યો નહિ જાય. - શબ્બીરઅલી કે. ભીમાણી (ટાણા)

T¥WýyW-05

રવિવાર

શહેરી

4.42

શનિવાર

ઇફતાર

7.23

ચિરાગે હિદાયત - 5
અન્ય સમાચારો પણ છે...