તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Div News Women39s Cricket For The First Time At The Commonwealth Games Will Be Held In Birmingham In 2022 062008

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર મહિલા ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું, 2022માં બર્મિંઘમમાં ગેમ્સ યોજાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર મહિલા ક્રિકેટને સ્થાન આપવામાં આવ્યું છે. 2022માં બર્મિંઘમ ખાતે યોજાનારી ગેમ્સમાં મહિલા ટી-20 મેચ રમાશે. ગેમ્સમાં 8 ટીમો વચ્ચે કુલ 8 મેચ રમાશે. આ અગાઉ 1998માં મલેશિયામાં યોજાયેલા કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટને પ્રથમવાર સ્થાન આપવામાં આવ્યું હતું. ત્યારે માત્ર પુરુષોની મેચો યોજાઈ હતી. 50 ઓવરની ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 16 ટીમો ઉતરી હતી. દક્ષિણ આફ્રિકાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2022 ગેમ્સની મેચો 27 જુલાઈથી 7 ઓગસ્ટ સુધી રમાશે. આઈસીસી હવે 2028 ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવા અંગે તૈયારી કરી રહી છે.

કોમનવેલ્શ ગેમ્સ ફેડરેશનના અધ્યક્ષ લુઈસ માર્ટિને કહ્યું કે,‘આ એક ઐતિહાસિક દિવસ છે. કારણ કે ક્રિકેટ ફરી ગેમ્સમાં સામેલ થઈ રહ્યું છે.’આઈસીસીના ચીફ એક્ઝિક્યુટિવ મનુ શાવને કહ્યું કે,‘મહિલા ક્રિકેટ માટે યાદગાર દિવસ. સમગ્ર વિશ્વએ આ રમતને સમર્થન આપ્યું છે.’

ઈંગ્લેન્ડ બોર્ડના સીઈઓ ટોમ હેરિસને કહ્યું કે, ‘ગેમ્સના કારણે મહિલા ક્રિકેટને આગળ વધવાની તક મળશે. ટૂર્નામેન્ટની તમામ મેચ એજબેસ્ટનમાં રમાશે. તમામ માટે આઈસીસી સંપૂર્ણ રીતે મદદ કરશે.’ગેમ્સમાં કુલ 19 રમતોમાં 45 હજારથી વધુ ખેલાડીઓ રમવા ઉતરશે.

પ્રથમવાર પુરુષો કરતા મહિલાઓને મેડલ મળશે
ક્રિકેટમાં સામેલ થયા બાદ કોમનવેલ્થ ગેમ્સમાં પ્રથમવાર મહિલા ખેલાડીઓને પુરુષો કરતા વધુ મેડલ્સ મળશે. મહિલાઓમાં 135 જ્યારે પુરુષમાં 133 મેડલ ઈવેન્ટ યોજાશે.

પ્રથમવાર ખેલાડીઓને ટ્રોફીના સ્થાને મેડલ મળ્યાં હતાં
1998માં ગોલ્ડ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ, પ્રથમવાર ટ્રોફીના સ્થાને મેડલ આપવામાં આવ્યા

1998માં ગેમ્સની ફાઈનલમાં દ.આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવી ગોલ્ડ જીત્યો હતો. અહીં પ્રથમવાર ક્રિકેટમાં ખેલાડીઓને ટ્રોફીના સ્થાને મેડલ મળ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 49.3 ઓવરમાં 183/10નો સ્કોર કર્યો હતો. કેપ્ટન સ્ટિવ વૉએ 183* રન કર્યા હતા. પોન્ટિંગ 2 અને ગિલક્રિસ્ટ માત્ર 15 રન કરી શક્યા હતા. દ.આફ્રિકાના શૉન પૉલોકે 4 વિકેટ ઝડપી હતી. દ.આફ્રિકાએ 46 ઓવરમાં 4 વિકેટના ભોગે 184 રન કરી મેચ જીતી હતી. માઈક રિંડેલે 67 રન અને કાલિસે 44 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને હરાવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

સચિને 3 મેચમાં 28 રન જ કર્યા
ટીમ ઈન્ડિયા આ ગેમ્સમાં નવમા ક્રમે રહી હતી. સહારા કપના કારણે બોર્ડે નબળી ટીમ મોકલી હતી. જોકે ટીમમાં સચિન, લક્ષ્મણ, અનિલ કુંબલે, હરભજન જેવા મોટા નામ હતા. કેપ્ટન અજય જાડેજા હતો. ટીમે 3 મેચ રમી હતી. એકમાં જીત મળી, એક હારી અને એક રદ થઈ હતી. અભય કુરસિયાએ કેનેડા વિરુદ્ધ 83 રન કર્યા હતા, તે ટૂર્નામેન્ટમાં અડધી સદી ફટકારનાર ટીમનો એકમાત્ર ખેલાડી હતો.

એશિયન ગેમ્સમાં 2 વાર ક્રિકેટને સ્થાન મળ્યું, પરંતુ ભારતે ટીમ જ ના મોકલી
2010 અને 2014 એશિયન ગેમ્સમાં પણ ક્રિકેટ મેચ રમાઈ હતી. 2010ની મેન્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ બાંગ્લાદેશે જીત્યો હતો. અફઘાનિસ્તાને સિલ્વર અને પાક. ટીમે બ્રોન્ઝ જીત્યો હતો. 2014માં પાક.ને ગોલ્ડ, બાંગ્લાદેશને સિલ્વર અને શ્રીલંકાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. મહિલાઓમાં બંને ગોલ્ડ મેડલ પાકિસ્તાનને અને બંને સિલ્વર બાંગ્લાદેશને મળ્યા હતા. 2010માં બ્રોન્ઝ મેડલ જાપાને અને 2014માં શ્રીલંકાએ જીત્યો હતો. ભારતે બંને વખત ક્રિકેટ ટીમ મોકલી નહોતી. 2018માં ક્રિકેટને ગેમ્સની બહાર કરવામાં આવી. 2022માં ચીનમાં રમાનારી એશિયન ગેમ્સમાં ફરીવાર ક્રિકેટને ફરી સ્થાન આપવામાં આવ્યું છે.

45 વર્ષ બાદ શૂટિંગને બહાર કરવામાં આવી, ક્રિકેટ સહિત 3 રમતોને સ્થાન મળ્યું
આયોજન કમિટીએ મંગળવારે શૂટિંગને ગેમ્સમાં સામેલ ના કરવાની જાહેરાત કરી હતી. 1974 બાદ શૂટિંગને પ્રથમવાર બહાર કરવામાં આવી છે. ભારતે શૂટિંગ બાદ ગેમ્સના બૉયકોટ કરવાની ધમકી આપી છે. ભારતે 2018માં શૂટિંગમાં 7 ગોલ્ડ સહિત 16 મેડલ જીત્યા હતા. એક માહિતી અનુસાર, આયોજન કમિટીએ 2 શૂટિંગ ઈવેન્ટ કરાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો, જોકે ઈન્ટરનેશનલ શૂટિંગ ફેડરેશને તેનો ઈન્કાર કર્યો હતો.

8 મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 8 ટી-20 મેચ રમાશે, ગેમ્સમાં 19 રમતોને સ્થાન મળ્યું

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કાર્ય સંપન્ન થશે. કોઇ વિશ્વસનીય વ્યક્તિની સલાહ અને સહયોગથી તમારું આત્મબળ અને આત્મવિશ્વાસ વધશે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘરમાં સુખનું વાતાવરણ પણ રહેશે....

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser