તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું ‘મધ્ય પ્રદેશ વાઈરસ’ મહારાષ્ટ્રમાં પણ પહોંચશે?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દુ

બઈથી પ્રવાસ કરીને પરત ફરેલા પુણેકર દંપતીમાં કોરોના વાઈરસના લક્ષણ સામે આવ્યા છે. ત્યાર પછી તેમની પુત્રી, તેમણે જે કેબમાં મુસાફરી કરી તેનો ડ્રાઈવર, વિમાનના સહયાત્રીમાં પણ કોરોના વાઈરસની પુષ્ટિ થઈ છે. ત્યાર પછી પૂણે સહિત આખું મહારાષ્ટ્ર હચમચી ગયું છે. જોકે, તેની સાથે જ રાજકીય હલચલની પણ રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. કોરોના વાઈરસ કરતાં પણ વધુ ‘એમપી વાઈરસ’ની મહારાષ્ટ્રમાં વધુ ચર્ચા થઈ રહી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામ પછી મહારાષ્ટ્રમાં દહેશતનું વાતાવરણ છે. 21 ઓક્ટોબર, 2019ના રોજ મતદાન થયું, 24 ઓક્ટોબર, 2019ના રોજ પરિણામ આવ્યું. સરકારે 28 નવેમ્બરના રોજ શપથ લીધા. 30 ડિસેમ્બરના રોજ મંત્રીમંડળ રચાયું. એટલે કે, 21 સપ્ટેમ્બરના રોજ આચાર સંહિતા લાગુ થઈ અને 30 ડિસેમ્બર, પૂરા 100 દિવસ સુધી મહારાષ્ટ્રમાં સરકારી કામકાજ ઠપ જ રહ્યું. આ સમયગાળામાં એક સરકાર બની પણ ખરી અને માત્ર સાડા ત્રણ દિવસમાં પડી પણ ગઈ.

ભાજપને સૌથી વધુ સીટો મળી છે, પરંતુ તે આજે વિરોધ પક્ષ છે. જે શિવસેનાએ ભાજપ સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, તેનો હવે મુખ્યમંત્રી છે. મણિપુર, મેઘાલય, ગોવા જેવા નાના રાજ્યોમાં ભાજપે સત્તાની સ્થાપના માટે પૂરું જોર લગાવ્યું, તો મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય શા માટે છોડી દીધું એ સવાલ સૌના મનમાં છે. જેનો જવાબ એ છે કે, તેમણે આવો પ્રયાસ કરી જોયો, પરંતુ અડધી રાત્રે બનેલી સરકાર પડી જવાથી દેવેન્દ્ર ફડણવીસ ઊંધા માથે પટકાયા હતા.

મધ્ય પ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવા પછી રાજસ્થાન, મહારાષ્ટ્રમાં પણ પુનરાવૃત્તિ થઈ શકે છે, એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં પણ ભાજપ જ ‘સિંગલ લાર્જેસ્ટ પાર્ટી’ છે. આ કારણે અહીં પણ એવો પ્રયાસ થશે જ એવું અનેક લોકો માને છે. મધ્ય પ્રદેશમાં કુલ 230 સીટ છે. જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે 22 ધારાસભ્ય છે, જેનાથી કુલ સંખ્યા 206 સીટ બચી. આવામાં 104નો જાદુઈ આંકડો બનશે અને ભાજપ પાસે પોતાના 107 ધારાસભ્ય તો છે જ.

આવો પ્રયોગ મહારાષ્ટ્રમાં કરવો સરળ નથી. ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી જરૂર છે, પરંતુ બહુમતથી ઘણે દૂર છે. જાદુઈ આંક 145 સીટનો છે અને ભાજપ પાસે માત્ર 105 ધારાસભ્ય છે. આ કારણે 40 ધારાસભ્ય ભેગા કરવા અથવા ગૃહની જાદુઈ સભ્ય સંખ્યા આટલી ઘટાડવી શક્ય નથી. કોઈ પણ પાર્ટીમાં તોડફોડ કરવા માટે બે તૃતિયાંશ ધારાસભ્યોને સાથે લાવવા પડશે. હાલ એક પણ પાર્ટીમાં આ પ્રકારની ફૂટફાટની સંભાવના દેખાતી નથી. બીજો પર્યાય ધારાસભ્યોનાં રાજીનામા લેવાનો છે. જેમાં વિધાનસભામાં સભ્યોની પ્રભાવી સંખ્યા 120 સુધી લઈ જવી પડે અને તેના માટે 78 ધારાસભ્યોનાં રાજીનામા લેવા અશક્ય છે.

મહાવિકાસ અઘાડી સરકારમાં નારાજગી નથી એવું પણ નથી. નારાજગી તો ભરપૂર છે. મંત્રી પદ ન મળવાથી કોંગ્રેસના ધારાસબ્ય સંગ્રામ થોપટેએ હોબાળો મચાવ્યો હતો. શિવસેનામાં દિવાકર રાવતે નારાજ છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસમાં અજિત પવાર અને જયંત પાટિલ, એવા બે જૂથ બન્યા છે. જોકે, આ ચૂંટણીમાં આયારામ-ગયારામની જે સ્થિતિ રહી અને ભાજપમાં ‘ઈનકમિંગ’નો સમય પણ બધાએ જોયો છે. આ કારણે કોઈ ધોકો નહીં આપે એવું વિચારવું પણ શંકા પેદા કરકે છે. કોઈ પણ પાર્ટીએ અધિકૃત તરીકે ભાજપની પડખે જવાનો સ્ટેન્ડ લીધો તો જ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર બની શકે છે. તેમ છતાં તેની સંભાવના નહિંવત છે. જોકે, પિક્ચર અભી બાકી હૈ!

{ સંજય આવટે ,

સ્ટેટ એડિટર, દિવ્ય મરાઠી

સુર્ખિયોં સે આગે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો