તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુરુષો કેમ ફક્ત સ્ત્રીઓનાં શરીર-ચરિત્ર વિશે જ બોલે છે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પા નેતા આઝમ ખાન રવિવારે રામપુરમાં એક ચૂંટણીસભાને સંબોધી રહ્યા હતા. પોતાના ભાષણમાં નામ લીધા વિના તેમણે ભાજપ નેતા જયાપ્રદા પર નિશાન તાક્યું અને એવું કહ્યું કે મર્યાદાની તમામ સરહદો વટાવી. તેમણે કહ્યું કે જેને આંગળી પકડાવી અમે રામપુર લાવ્યા, 10 વર્ષ જેનાથી તમે પ્રતિનિધિત્વ કરાવ્યું, તેની વાસ્તવિકતા સમજવામાં તમને 17 વર્ષ લાગી ગયાં. હું તો 17 દિવસમાં જ પારખી ગયો હતો તેમનાં આંતરવસ્ત્ર ખાખી રંગનાં છે. એક મહિલાના સંદર્ભમાં એવા શબ્દનો ઉપયોગ કરતા ના તો તેમની જીભ અટકી, ન તો તેમને શરમ આવી. શરદ યાદવે વસુંધરા રાજેને મોટી કહ્યાં, દિગ્વિજય સિંહ મીનાક્ષી નટરાજનને સો ટકા ટચ માલ કહ્યાં. આ પુરુષોએ ક્યારેક મહિલાને 50 કરોડની ગર્લફ્રેન્ડ તો ક્યારેક ફિલ્મોમાં ઠુમકા લગાવનારી. મુલાયમસિંહે તો રેપિસ્ટ છોકરા માટે એમ પણ કહી દીધું હતું કે છોકરાથી ભૂલ થઈ જાય છે. ભૂલ થઇ ગઈ, સાૅરી. સવાલ એ નથી કે આ પુરુષ શું બોલી રહ્યા છે, સવાલ એ છે કે કેમ બોલી રહ્યા છે અને કેવી રીતે? તે જ્યારે પણ મહિલા વિશે બોલે છે તો તેમના શરીર અને ચારિત્ર્ય પર જ કેમ બોલે છે? તેમનાં કામ પર કેમ નથી બોલતા, તેમની રાજનીતિ પર કેમ નથી બોલતા? ફક્ત કપડાં અને શરીરની જ કેમ વાત કરે છે અને તેમનામાં આટલી હિંમત, આટલો આત્મવિશ્વાસ ક્યાંથી આવી જાય છે કે તે મહિલાઓ વિશે કંઈ પણ બોલીને નીકળી જશે અને તેમનું કોઈ કંઈ બગડાશે નહીં. અને બન્યું એવું છે કે આ એ લોકો છે જે બોલતાંબોલતાં જેમની જીભ લપસી ગઈ જાહેરમાં આવી વાત કરી બેઠા. નહિતર સત્ય એ છે કે જે બોલી નથી રહ્યા તે પણ આવું જ વિચારે છે. ફક્ત રાજકીય જ નહીં, સમાજ અને પરિવારવાળાઓમાં પણ પુરુષ મહિલાને નીચું બતાવવા માટે તેમના શરીર અને ચારિત્ર્ય પર જ હુમલા કરે છે. જ્યારે મહિલા સૌથી વધુ અપમાનિત મહેસૂસ કરે છે ત્યારે સ્ત્રીને મૂર્ખ કહેવી એટલું ખરાબ નથી લાગતું જેટલું કે ચારિત્ર્યહીન. કેમ કે ચારિત્ર્ય જ તેનું ઘરેણું છે. પણ આ સત્ય નથી. અા જૂઠને બદલવાની જરૂર છે. પોતાના છોકરાને બાળપણથી જ એ શીખવવાની જરૂર છે કે છોકરીઓ માલ નથી હોતી, માનવી હોય છે. તેમને જુઓ તો તેમની બુદ્ધિની ચમક જુઓ, તેમની આંખની રોશની જુઓ, શરીર ના જોશો. અને જોશો તો એવી રીતે જેમ એક માનવી બીજા માનવીને જુએ છે. અને પોતાની દીકરીઓને કહો કે બકવાસ સહન ના કરશો. તે ડરાવે છે કેમ કે તમે ડરો છો. તમારી મૂડી તમારું શરી નહીં મન અને મગજ છે. પોતાના મગજની રોશનીમાં રોશન થાઓ.


મહિલા વાંચકો માટે વિશેષ કોલમ

અન્ય સમાચારો પણ છે...