તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાશ્મીરી ઇતિહાસના ગાલોનાં આંસુુ કોણ લૂછશે?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શ્મીરમાં જે સ્થિતિ શરૂઆતમાં હતી તે આજે પણ છે. ગમે ત્યારે ભાવનાત્મક લાગણી ભડકી ઊઠે છે. અમુક દિવસ બાદ પછી બધું ફરી અનિર્ણયાક સ્થિતિમાં પાછું ફરી જાય છે જેવું મહારાજા હરિસિંહના સમયના કાશ્મીરમાં જોવા મળતું હતું. સમજાતું નથી આખરે ઈતિહાસના ગાલોના આંસું કોણ લૂછશે? ઈતિહાસ જોવામાં આવે તો આમ તો મહારાજા હરિસિંહના શાસનકાળમાં જમ્મુ-કાશ્મીરનું શાસન સારું હતું. પહેલા રાજકીય વિભાગ દ્વારા ચૂંટેલા અધિકારીઓના તંત્રમાં અને તેના પછી હરચંદ મહાજન, ગોપાલસ્વામી અય્યંગર, મહારાજ સિંહ અને બી.એન. રાવ જેવા સુયોગ્ય પ્રશાસકો હતા. મહારાજ પોતે પણ કાર્યક્ષમ અને પરિશ્રમી હતા પરંતુ તેમના ચારિત્રમાં અનિર્ણય અને અસંમજસનો ભારે દોષ હતો. ઓક્ટોબર 1947માં પાકિસ્તાન તરફથી કરાયેલા આદિવાસી આક્રમણને ભારતીય સેના દ્વારા ધ્વસ્ત કરી દેવાયા છતાં મહારાજા એ મૂંઝવણમાં હતા કે તે કાશ્મીરને ભારત સાથે ભેળવે કે નહીં! ખરેખર તે પોતાનું સ્વતંત્ર કાશ્મીર ઈચ્છતા હતા. એક નાનકડા કોમી આંદોલનના નાના પાત્ર રહેલા શેખ અબ્દુલ્લા કાશ્મીરને પોતાની આંગળીએ નચાવવા લાગ્યા ત્યારે પણ મહારાજા કોઈ નિર્ણય લેવાની સ્થિતિમાં નહોતા. એટલું જ નહીં શેખ અબ્દુલ્લાહની જીદ અને આ જીદ ની તરફ પંડિત નહેરુના ચુંબકીય આકર્ષણને લીધે જ્યારે મહારાજને કાશ્મીર છોડી મુંબઇમાં વસવું પડ્યું હતું ત્યારે પણ આ મૂંઝવણ તેવી જ હતી. કાશ્મીર અંગે મૂંઝવણ આજે પણ તે જ સ્થિતિમાં છે. વર્ષો સુધી આ દેશ અને કાશ્મીર પર નિષ્કંટક શાસન કરનાર કોંગ્રેસથી તો કોઈને પણ આશા નહોતી પણ એટલાં જ વર્ષો સુધી કલમ 370ને હટાવવાની માગ કરનાર ભાજપ પણ આ દિશામાં કંઈ કરી ના શક્યો. હવે તો તમારું જ શાસન છે, પછી આ બધું કેમ ચાલે છેω જ્યારે કોઇ મોટો આતંકી હુમલો થાય છે, થોડા દિવસ ભાવનાઓનું ઘમાસાણ ચાલે છે પછી બધા રાજનેતા અને સંપૂર્ણ સરકાર ગૂંજતી ઉદાસીના લાંબા લાંબા ઘૂંટડા ભરતી રહે છે. દર વખતે આવું જ થતું હોય છે કે ચૂંટણી આવે અને કાશ્મીરની ચર્ચા શરૂ થઇ જાય અને ફરી કેટલાક દિવસો બાદ ફરી પાછું જેવું હતું એવું જ થઇ જાય. આ વખતે કાશ્મીર આખા દેશમાં ચર્ચામાં છે અને બધાને આશા છે કે કોઇ ઉકેલ આવશે પણ આ આશા કેટલી સાચી પડે છે એ જોવાનું છે. કેમω સ્વતંત્રતાનાં આટલાં વર્ષો બાદ પણ આ બધું ચાલતું રહે છે તો બતાવો- રાજકારણના સ્વચ્છ બાળપણ માટે ભવિષ્યની કવિતાઓ કોણ લખશેω? કાશ્મીરને જો સંકટમુક્ત કરવું છે તો ફક્ત ચૂંટણી સુધી કાશ્મીરી રાગ છેડવાથી કંઇ નહીં થાય. ત્રણ દિવસ એક જ નીતિ, એક જ રીતિ અને આકરી કડકાઈ સાથે આગળ વધવું પડશે. તે ઉપરાંત ન કોઈ રસ્તો છે ન કોઈ સમાધાન.

કા
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો