તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાણપુરના ખસ ગામાના લોકોની વ્યથા તંત્ર ક્યારે સાંભળશે?

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના ખસ ગામ બોટાદ જિલ્લા પંચાયત કચેરીથી 8 કિ.મીના અંતરે આવેલુ ગામ છે. આ ગામના લોકો પ્રાથમિક સુવિધા રોડ, રસ્તા, એસ.ટી.બસ, રેલ્વે, લાઈટ, અરોગ્ય તમામ પ્રકારની સુવિધાઓથી વંચિત છે. આ ગામના લોકો દ્વારા તંત્રને વારંવાર રજુઆતો કરવા છતા તંત્ર દ્વારા આજદીન સુધી નિરાકરણ કરાયુ નથી. આ ગામની વસ્તી 8 હજારની છે તેમ છતા હાલમા એસ.ટી.ની એકપણ બસ ગામમા આવતી નથી એસ.ટી.બસ ગામમા આવતી હતી પરંતુ બોટાદમા ડ્રાયવર્જન આપેલ છે તેના લીધે આ ગામની બસ બંધ કરી દેવામા આવી છે. જેના લીધે હાલમા ચાલતા લગ્નગાળાની સિજનમા લોકોને મુશ્કેલી પડી રહી છે. આ ગામની અંદર આવેલ મોટાભાગની શેરીઓમા હજી પણ કચા રસ્તા છે. જેના લીધે ગામની શેરીઓ ધુળની ડમરીઓથી લોકોના મકાન ધુળધુળ થઈ રહ્યા છે. આ ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મંજુર થયુ છે. તેનુ કામ પણ શરૂ કરી દેવામા આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાય મહીનાથી આ કામ અધુરૂ છોડી દેવામા આવ્યું છે. આ ગામમાં બરવાળા ટેલીફોન એક્ચેન્જ હેઠળ બી.એસ.એન.એલ ની ક્ચેરી બનાવી તેમા ટાવર ઉભો કરવામા આવ્યો છે.

અનુસંધાન પાના નં. 2 પર...

ગંદકી : ગ્રામપંચાયત ઘર પાસે જ ઉકરડા
ખસ ગામની ગ્રામપંચાયતની પાસે જ ગંદાપાણીના ખાંબોચીયા અને ઉકરડા હોવાથી પંચાયત ઘર પાસે ગંદકી છે ત્યારે ગ્રામપંચાયતમા ગ્રામસભામા આવતા અધીકારીઓને આ ગંદકી નહી દેખાતી હોય કે આંખ આડા કાન કરી પસાર થઈ જતા હશે.

પ્રગતિ અટકી : આરોગ્ય કેન્દ્રનું કામ ટલ્લે
નવુ પી.એચ.સી. કેન્દ્રનું કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરી દેવામા આવ્યું હતુ. પરંતુ છેલ્લા કેટલાય મહિનાઓથી આ કામ બંધ હાલતમા છે. આ કામ શા માટે બંધ છે તેની વારંવાર રજૂઆતો તંત્રને ગામજનોએ કરી છે. છતા હજી સુધી કોઈ જવાબ મળ્યો નથી.

‌‌BSNL ઓફિસ : કર્મીઓ ન હોવાથી બંધ
બરવાળા કચેરી નીચે આવતા BSNLની ઓફીસ અને ટાવર ઉભો કરવામા આવ્યો છે. પરંતુ કોઈ કર્મચારી હોતા નથી તેના લીધે વારંવાર ટાવર બંધ થઈ જતા ગામના મોબાઈલ કવરેજ મોટાભાગે બંધ હાલતમા હોય છે.

તંત્ર્ને અનેક રજૂઆત છતાં ઉકેલ નહીં
ગામની એસ.ટી., રોડ, લાઈટ, ગંદકી જેવી તમામ સમસ્યા ઓ અંગે તંત્રને વારંવાર ગામજનો સાથે રાખી રજુઆતો કરવામા આવી છે તેમ છતા આજદીન સુધી આ સમસ્યાઓનો કોઈ ઉકેલ આવ્યો નથી. છનાભાઈ પરમાર, સરપંચ ગ્રામપંચાયત ખસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો