સુરત ઊંઘતું હતું ત્યારે વીજળીના કડાકા સાથે 3 ઇંચ ધોધમાર વરસાદ

Div News - when the surat was asleep a 3 inch downpour with a thunderstorm 062006

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
મધરાતે શહેર આખું ઊંઘી રહ્યું હતું અને રાતે 12 થી મળસ્કે 6 વાગ્યે ના 6 કલાકમાં ગાજવીજ સાથે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સાર્વત્રિક વરસાદથી તાપમાનમાં નોંધપાત્ર ફેરફાર જોવાયો હતો. મહત્તમ તાપમાનમાં 3 અને લઘુત્તમમાં 2 ડિગ્રીનો ઘટાડો થયો હતો.સોમવારે સામાન્યથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.કોટ વિસ્તાર, અઠવા અને રાંદેરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. અન્ય ઝોનમાં 11 મીમીથી 62 સુધીનો વરસાદ પડ્યો હતો.જિલ્લામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. વિતેલા 36 કલાકમાં જિલ્લામાં 17 થી 65 મીમી વરસાદ નોંધાયો હતો. મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી, લઘુત્તમ તાપમાન 23.6 ડિગ્રી નોંધાયું હતું. સાઉથ-વેસ્ટ દિશાથી 4 કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો.

51 દિવસમાં ઉકાઇની સપાટી માત્ર 3 ફૂટ વધી

ઉકાઇ ડેમના કેચમેન્ટ અને રેઇન ગેજ સ્ટેશનોમાં સામાન્ય વરસાદે તંત્રની ચિંતા વધારી છે. ચોમાસાના 51 દિવસમાં ઉકાઇની સપાટીમાં માત્ર 3 ફૂટનો વધારો થયો છે. રવિવારે રાતે 10 વાગ્યે ડેમની સપાટી 277.99 ફૂટ જ્યારે ઇનફલો અને આઉટફલો 600 ક્યુસેક હતો. ગત વર્ષે આ સમયે ઉકાઇની સપાટી 9 ફૂટના વધારા સાથે 297 ફૂટ હતી.

X
Div News - when the surat was asleep a 3 inch downpour with a thunderstorm 062006
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી