2017માં મોદી અંગે મેં જે કહ્યું હતું તે સાચું જ હતું: મણિશંકર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના શાબ્દિક જંગમાં મંગળવારે કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરે પણ એન્ટ્રી કરી દીધી. રાઇઝિંગ કાશ્મીર અખબારમાં લખેલા એક લેખમાં અય્યરે સાંકેતિક ભાષામાં કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ મોદીને નીચ પ્રકારના માણસ કહેવાના નિવેદન પર તેઓ આજે પણ કાયમ છે.

તેમણે લખ્યું ‘ યાદ છે 2017માં મેં મોદીને શું કહ્યું હતુ? શું મેં સાચી ભવિષ્યવાણી નહતી કરી? ગુજરાત ચૂંટણીની વચ્ચે તે દિવસે અય્યરે મોદીને નીચ પ્રકારના માણસ ગણાવ્યા હતા. જ્યારે અય્યરને પુછવામાં આવ્યું હતું કે શું તેઓ મોદીને નીચ પ્રકારના ગણાવવાના નિવેદન પર કાયમ છો તો તેમણે કહ્યું કે ‘નિવેદન તો આવી ગયું છે મારા તરફથી. એક લેખ આખો છે. તમે તેમાંનો એક વાક્ય પસંદ કરીને કહો કે હવે તે અંગે જણાવો, હું તમારા ખેલમાં પડવા માટે તૈયાર નથી. હું ઘુવ્વડ છું, પરંતુ એટલો માટે ઘુવ્વડ નથી. આજે તમે મને બરબાદ કરીને ક્યાંક બીજે જતા રહેશો.’

અન્ય સમાચારો પણ છે...