કરણ અને હું જ્યારે સાથે હોઈએ ત્યારે અમને કોઈની જરૂર નથી-બિપાશા બાસુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરણ સાથે પહેલી મુલાકાત તો ફિલ્મ ‘અલોન’ ના રીડિંગ દરમિયાન થઈ હતી. અમે મુંબઈની એક ફાઈવસ્ટાર હોટલમાં મળ્યાં હતાં. તેની પહેલી ઈમ્પ્રેશન તો મારા મનમાં એવી જ પડી હતી કે શું હેન્ડસમ વ્યક્તિ છે. વાતચીતમાં અનુભવ્યું કે તે ન્યૂમરસ અને ફની પણ છે. સારું લાગ્યું કે ચાલો મારો કો-સ્ટાર આ ફિલ્મમાં સારો છે. મુલાકાતના પહેલા દિવસથી જ અમારી વચ્ચે દોસ્તી મજબૂત બની. એ દિવસ અને આજનો દિવસ અમે બન્ને આજે પણ સારા ફ્રેન્ડ્સ છીએ. સેટ પર જ્યારે અમે શૂટ નથી પણ કરતા તો કલાકો કોઈ ટોપિક પર વાતો કર્યા કરતા હતા. આજે પણ અમે એવા જ છે. સાથે બેઠા હોઈએ કલાકો વાત કરવામાં ઈરીટેશન નથી થતું. જ્યારે અમે સાથે હોઈએ તો અમને કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર નથી.

પછી એક અરસા પછી કરણે મને 31 ડિસેમ્બર 2015માં લગ્ન માટે ડાયરેક્ટ પ્રપોઝ કર્યુ હતુ. તે પ્રપોઝલ મારા માટે ખૂબ જ સરપ્રાઈઝીંગ હતુ કારણકે હું આ રીતનું પ્રપોઝલ એક્સપેક્ટ નહોતી કરી રહી. આગલા દિવસે અમારું શૂટિંગ ફાયર વર્ક્સની વચ્ચે હતી. આ વચ્ચે કરણ મારી પાસે આવ્યો અને એક સેલ્ફિ વિડીયોમાં રિંગ સાથે મને પ્રપોઝ કરી દીધુ કે લગ્ન કરવા છે. મને આંચકો લાગ્યો હતો અને મારી પાસે શબ્દો નહોતા. પણ થોડી જ સેકન્ડોમાં મેં આંચકા પર કાબૂ મેળવ્યો. હું આજે જ્યારે એ ક્ષણ અને નિર્ણયને જોઉં છું તો બહુ ખૂશ થાઉં છું કે મારુ ડિસીઝન બિલકુલ સાચુ હતું.

કરણની લાઈફ બહુ ચેલેન્જીંગ રહી છે. તેનામાં ઘણી બરબાદ કરી નાખવાની આદત હતી. એ પછી મંે તેને જરૂર સપોર્ટ સ્ટ્રકચર આપ્યું પણ ફાઈનલી એ તેનો કોલ અને વિલપાવર હતો જેની મદદથી તેની ઘણી બધી ખરાબ આદતો જાતેજ છોડી દીધી. ત્યાં જ તે જ્યારે મારી જીંદગીમાં આવ્યા તો હું જીંદગીને ધીરજ સાથે જીવતા શીખી. હું પહેલા ખૂબ બેચેન રહેતી હતી. ઘણી શોર્ટ ટેમ્પર પણ હતી.
અન્ય સમાચારો પણ છે...