તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અજ્ઞાનતાની ઊંઘમાંથી જાગવું જ છે નવરાત્રિનું ખરું જાગરણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાત્રિના દિવસોમાં આપણે નવ દિવસનું જાગરણ કરીએ છીએ, વ્રત કરીએ અને દેવીનું આહ્વાન કરીએ છીએ.જાગરણ કરવાનો અર્થ છે અજ્ઞાનતાની ઊંઘ આપણે ઊંઘી રહ્યા છે તેને જગાવવાનો.અજ્ઞાનતાની ઊંઘ એટલે હું કોણ, હું ક્યાંથી આવ્યો, અાપણે કોના છીએ, અાપણેે જવું ક્યાં છે,અમે જે છીએ એ ખબર નથી,અને અહીં જે છીએ તેમાં એટલા અટવાઇ ગયા છીએ કે ખોટા કર્મ કરવામાં લાગી ગયા, એટલે અાપણે અજ્ઞાનની ઊંઘ ઊંધી રહ્યા છીએ.તેને જાગવું રહ્યું કે હું શરીર નથી, શરીરને ચલાવનારો આત્મા છું, મારા સંસ્કાર અને મારા કર્મ મારી સાથે આવશે,આને જ જાગરણ કર્યુ કહેવાય. દર વર્ષે અાપણે દેવીનું બહારથી આહ્વાન કરતાં આવીએ છીએ અને રાવણને પણ બહારથી સળગાવીએ છીએ. દર વર્ષે રાવણ મોટો થતો જાય છે. નવ દિવસ જ્યારે આપણે પોતાના અંદરની દિવ્યતા અને દૈવી શક્તિઓનું આહ્વાન કરીશું તો પોતાની અંદરનો રાવણ દસમાં દિવસે મરી જશે ને. તેને દર ‌વર્ષે થોડો મારવાનો છે. રાવણના દસ માથાં-કામ, ક્રોધ,લોભ, મોહ, અહંકાર, ઇર્ષ્યા,દ્વેષ, આળસ, નફરતના છે. આપણે આપણી અંદરના દસેય માથાં ખતમ કરવાનાં છે. ત્યારે રાવણ ખતમ થશે.જ્યારે આપણે જાગરણ કરીશું, વ્રત કરીશું અને સાત્ત્વિકતાને પોતાના જીવનમાં ઉતારીશું, દિવ્યતાનું આહ્વાન થશે તો રાવણ મરશે જ.આજથી આપણે એક વ્રત કરીએ છીએ કે 29 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ગમે તેવી વાત આવે આપણે ગુસ્સો નહીં કરીએ.આ વ્રતને પૂરું કરવાની શક્તિ બધાની પાસે છે માત્ર નિર્ણય લેવાનો છે કે મારે રાવણને ખતમ કરવાનો જ છે. સામેની વ્યક્તિ જો પોતાના રાવણને ખતમ ન કરે તો તેનો અર્થ એ નથી થતો કે આપણે આપણા અંદરના રાવણને જગાવીએ. આપણે જાતે નિર્ણય કરવો પડશે કે આપણે આપણી અંદરની દેવીને જગાડવા છે કે રાવણને.જ્યારે આપણે અજ્ઞાનની ઊંઘમાં હોઇએ છીએ ત્યારે આપણે આપણા અંદરના દૈવી ગુણો અને શક્તિઓને ભૂલી ગયા અને રાવણને જગાડી દિધો તો કળિયુગ આવ્યો.સતયુગ આવવું એટલે આપણી અંદરના રાવણનો નાશ કરીને દૈવી ગુણોને જગાવવાના છે. જ્યારે આપણે આવું કરીશું તો સૃષ્ટિ પર દિવાળી આવશે. દિવાળીનો અર્થ છે જ્યારે અેક આત્મા નક્કી કરશે તો એકથી બીજો, બીજાથી ત્રીજો દીવો પ્રગટશે અને આમ એક દીપમાળા બનતી જશે.આપણ સતયુગનું નામ સાંભળ્યું છે જ્યાં આત્મા પવિત્ર, શરીર નિરોગી, પ્રકૃત્તિ सतोનિર્મળ હોય. જ્યારે હું પોતાના અંદરની આ દિવ્યતાને અને દિવ્ય શક્તિઓનું આહ્વાન કરીશ ત્યારે એ સતયુગીની દુનિયા બનશે. આ કળિયુગની દુનિયા આપણે બધા લોકોએ ચિંતા કરીને , ગુસ્સો કરીને, ધન કમાતા કમાતા નાની નાની ગફલતો કરીને બનાવી છે.જ્યારે કંકાસની દુનિયા આપણે બનાવી છે તો સતયુગની દુનિયા પણ આપણે જ બનાવવી રહી.સતયુગને બનાવવા માટે આપણે અાપણી અંદરના દૈવી ગુણોનું આહ્વાન કરવું પડશે.


મનનો અવાજ

બી.કે.શિવાની,બ્રહ્માકુમારીઝ

awakeningwithbks@gmail.com

અન્ય સમાચારો પણ છે...