મતદારોએ પોતાની ફરજ અદા કરી, હવે ઉમેદવારોને એક મહિનો ઉચાટ રહેશે

Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124

DivyaBhaskar News Network

Apr 24, 2019, 06:11 AM IST
દાહોદ લોકસભાની ચુંટણીમાં દિવસ દરમિયાન આખા મતક્ષેત્રમાંથી મતદાનના મશીનો બગડવાની બૂમો સાંભળવા મળી હતી. પરોઢના છ વાગ્યે મોકપોલ દરમિયાન જ 50 મશીન બગડેલા જોવા મળતાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ સર્જાયો હતો. ચુંટણી શરૂ થયા બાદ પણ આખો દિવસ મશીનો બગડવાની બૂમો સાંભળવા મળી હતી. ચુંટણીના દિવસ દરમિયાન જિલ્લામાં કુલ 15BU,15CU,VVPAT68 બગડ્યા હોવાનું સામે આવ્યું હતું. તેમાંથી ફતેપુરામાં 20, ઝાલોદમાં 20,લીમખેડામાં 8, દાહોદમાં12, ગરબાડામાં 23, દેવગઢ બારિયામાં 6 અને સંતરામપુરમાં 9 મશીન બગડ્યા હતાં. બગડેલા મશીનોના સ્થાને નવા મુકીને મતદાન કરાવાયું હતું. આ મશીનોમાં સૌથી વધુ VVPAT બગડેલા જોવા મળ્યા હતાં. મશીનો બગડવાને કારણે ક્યાંક અડધો તો ક્યાંક દોઢ કલાક મતદાન રોકવાની ફરજ પડી હતી. બીજી બાજુ જામનગર લોકસભા અને ગ્રામ્ય વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન દરમિયાન ક્ષતિને કારણે 19 ઈવીએમ મશીન બદલવાની ફરજ પડી હતી. જ્યારે 27 વીવીપેટ ક્ષતિના કારણે બદલવામાં આવ્યા હતા.

પાટણમાં વિકલાંગ મહિલાને ચાદરમાં ઊંચકી મતદાન કરાવ્યું

પાટણના રશ્મિકાબેન પટેલે વિકલાંગ હોવાથી સરકારી વાહનમાં મતદાન મથકે લવાયા બાદ ચાદરમાં ઉચકીને તેમને બુથની અંદર લઈ જવાયાં હતાં.

26 બેઠકનું ભાજપનું સ્વપ્ન તૂટી જશે: અહેમદ પટેલ

ભાસ્કર ન્યૂૂઝ | અંકલેશ્વર

રાજયસભાના સાંસદ અહમદ પટેલે મંગળવારના રોજ તેમના વતન પીરામણ ગામમાં વી.ટી. કોલેજ ખાતેના મતદાન મથક ખાતે પુત્ર ફૈઝલ સાથે મતદાન કર્યું હતું. મતદાન કરી સાંસદ અહમદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપ રાજયમાં 26 બેઠક જીતવાની વાતો કરે છે તેને મતદારો જાકારો આપશે અને ભાજપનું સ્વપ્ન ચકનાચુર થઇ જશે.રાજ્યમાં આ વખતે કોંગ્રેસ 10 થી વધુ બેઠક પર વિજય મળશે. એટલું જ નહિ કેન્દ્રમાં ફરી યુપીએની સરકાર આવશે અને વર્તમાન પી.એમ એક્સ પી.એમ બની જશે. તેમણે 15 લાખ ખાતામા જમા કરાવના ગરીબો સપના દેખાડ્યા હતા જે આપ્યા નથી. બીજી તરફ બે રોજગારી વધી છે. ગરીબ અને કચાડાયેલાં વર્ગ પરેશાન છે. સરકારે સપના દેખાડ્યા હતા 15 લાખના અને ખાતામાં 2 હજાર રૂપિયા જમા કર્યા છે. ફરી એકવાર કોંગ્રેસ બહુમત સાથે કેન્દ્રમાં સરકાર બનાવશે તે વાત ચોકકસ છે.

મતદારો ઘટતાં ઊંઘ ખેંચી લીધી

ઓલપાડની સાયણ પ્રા. શાળા મતદાન મથકમાં ફરજ પરના ચૂંટણી અધિકારી મતદાન કુટિરની બાજુમાં ઊંઘી ગયા હતા.

ઓક્સિજન સાથે મતદાન

વડોદરામાં સ્વાઇન ફ્લૂનો દર્દી ઓક્સિજનના સિલિન્ડર સાથે મતદાન કરવા પહોંચ્યો હતો.

મતદાનની સાથે સાથે

હાથ નથી છતાં મતદાનનો જુસ્સો

સુરતના નવાનગર બુથ પર પુષ્પા પાટિલ નામની યુવતી મતદાન કરવા આવી હતી જેના બંને હાથ કપાયેલા હતા. તેણે કપાયેલા હાથ પર નીશાન લગાવી મતદાન કર્યું હતું.

પ્રસવપીડા છતાં મતદાન કર્યું

સુરતની રેશમા ગુપ્તાને પ્રસવ પીડા ઉપડી હતી છતાં તેણે પહેલાં મત આપ્યો હતો. મત આપ્યાના અડધા કલાકમાં જ મહિલાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો.

ખાટલામાં લઈ જઈ મતદાન કરાવ્યું

પાટણના 107 વર્ષના કુંવરબેન ચાલી શકે તેમ ન હોવાથી તેના પુત્રોએ ખાટલામાં બેસાડી લઈ જઈ મતદાન કરાવ્યું હતું.

X
Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124
Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124
Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124
Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124
Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124
Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124
Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124
Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124
Div News - voters issued their duty now the candidates will be embarrassed for one month 061124
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી