તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્જિનિયા લોપેજ ગ્લાસ | કારાકસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વર્જિનિયા લોપેજ ગ્લાસ | કારાકસ

રાજકીય સંઘર્ષે દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલાને ધ્વસ્ત કરી દીધો છે. લગભગ 3.2 કરોડની વસતી વીજળી, પાણીથી લઈને ખાદ્યસામગ્રીના સંકટનો સામનો કરી રહી છે. દેશનાં 23 રાજ્યોમાં વીજળી ગુલ છે. ગત એક મહિનામાં 4 વખત બ્લેકઆઉટ થઈ ચૂક્યું છે. વીજળી ન હોવાથી પાણીના પંપ બંધ છે. 5 લિટર પાણી 140 રૂ.માં મળી રહ્યું છે. જોકે લોકોની સરેરાશ આવક 420 રૂપિયા છે. લોકો માટે ખાવા-પીવાની વસ્તુઓ ખરીદવી મુશ્કેલ થઈ ગઈ છે. ફેબ્રુઆરીમાં દૂધ 5 હજાર રૂપિયે લિટર, બટાકા 17 હજાર રૂપિયા કિલો, જ્યારે એક લિટર પેટ્રોલના ભાવ ફક્ત 70 પૈસા હતો. વીજળી ન હોવાથી હોસ્પિટલમાં ઓપરેશન થઇ શક્યાં ન હતાં. યુઅેન વેનેઝુએલામાં 80 દિવસમાં ભૂખમરો અને સારવારના અભાવે 45 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. 1200થી વધુ મોટા બિઝનેસ સેન્ટર લૂંટી લેવાયા છે. સૌથી વધુ લૂંટ દેશના બીજા સૌથી મોટાં શહેર મારાકેબોમાં થઈ છે. અહીં 500 બિઝનેસ સેન્ટર લૂંટી લેવાયા છે. વેનેઝુએલામાં રાજકીય સંઘર્ષ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને વિપક્ષના નેતા જુઆન ગુઈદો વચ્ચે ચાલી રહ્યું છે. માદુરો 2013થી સત્તામાં છે. જ્યારે બીજી વખત મે 2018માં રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. ગુઈદોએ માદુરો પર આરોપ મૂક્યો કે ચૂંટણીમાં ગરબડ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...