તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાબલી નેતાઓને પડકારતી બે મહિલા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમેરિકન સંસદના હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવની સ્પીકર નેન્સી પેલોસીએ ઉચ્ચ સ્તરની રાજનીતિમાં અનેક દસકા ગુજાર્યા, પરંતુ તેમના માટે છેલ્લા 12 મહિના ખૂબ જ મહત્ત્વના છે. તેમણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વિભાજનકારી રાજકારણને પડકાર્યું. તેમણે ટ્રમ્પને સરહદે દીવાલ બનાવવા માટે બજેટ સહિત અનેક નીતિ વિષયક મામલાને માત આપી છે. તેઓ ટ્રમ્પ વિરુદ્ધ હોદ્દાનો દુરુપયોગના આરોપમાં મહાફિયોગની તપાસ પાછળના અગ્રણી વ્યૂહનીતિકાર છે. પેલોસી માટે ટ્રમ્પનો મહાભિયોગ જુગાર છે. તેમણે રિપબ્લિકન પાર્ટીને ટ્રમ્પની પાછળ લગાવી દીધી છે. તેમના બીજી વાર પ્રમુખ તરીકે ચૂંટાવાની શક્યતા વધી ગઈ છે. ધ્રુવીકરણ થવાથી ટ્રમ્પના પ્રભાવ ક્ષેત્રમાં પેલોસીની ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોની બેઠક ખતરામાં પડી શકે છે. આ રીતે પેલોસીના હાઉસની બહુમતી ખતરામાં પડી જશે. સવાલ પૂછાય છે કે, શું પેલોસીના દાવને જનસમર્થન છે. અનેક સર્વેક્ષણો પ્રમાણે, 49 ટકા અમેરિકન ટ્રમ્પ પર મહાભિયોગનું સમર્થન કરે છે.

પેલોસી મહાભિયોગને રાજકીય દાવ નહીં, લોકતંત્રમાં સંતુલન કાયમ કરવાના પ્રોજેક્ટના રૂપમાં જુએ છે. તેમનું કહેવું છે કે, અમેરિકન બંધારણની સુરક્ષા કરવી મારી જવાબદારી છે. પેલોસી ઈરાન સાથે સંઘર્ષ ભડકાવવાના મુદ્દે ટ્રમ્પને નિયંત્રિત કરવા ઈચ્છે છે. ટ્રમ્પ પર લગામ કસવા માટે પેલોસીએ પાછલા વર્ષોમાં કોંગ્રેસની છ સમિતિને અનેક મામલાની તપાસ સોંપી છે. તેમાં ટ્રમ્પના ટેક્સ રિટર્ન, ટ્રમ્પના રિસોર્ટ, હોટેલમાં વિદેશી દૂતાવાસોના કાર્યક્રમોના આયોજન સાથે સંકળાયેલો ભ્રષ્ટાચાર, 2016ની ચૂંટણીમાં રશિયાની દખલ સામેલ છે. તેમણે અદાલતોમાં અનેક કેસના માધ્યમથી ટ્રમ્પની અનિયમિતતા રોકવાનો પ્રયાસ કર્યો છે.

મોલી બોલ

તાઈવાનના પ્રમુખ સાઈ ઈંગ વેન

સાઈ ઈંગ વેન ચીનના આક્રમક સંકેતો વચ્ચે ફરી ચૂંટણી લડી રહ્યા છે
ચાર્લી કેમ્પબેલ | તાઈપેહ

2016માં તાઈવાનના રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ઈંગ વેનને વધતા પડકારો વચ્ચે ફરી એકવાર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. ચીનના સર્વશક્તિમાન નેતા શી જિનપિંગે જાન્યુઆરી 2019માં તાઈવાનના ચીનમાં એકીકરણની વાત કરી હતી. 1949માં માઓ ત્સે તુંગની કોમ્યુનિસ્ટ સેનાઓના ગૃહયુદ્ધમાં રાષ્ટ્રવાદીઓને હરાવી દીધા હતા. તેઓ ભાગીને ચીનની મુખ્ય ભૂમિથી 160 કિ.મી. દૂર સ્થિત ફારમોસા ટાપુ (હવે તાઈવાન) જતા રહ્યા. કોમ્યુનિસ્ટ પાર્ટી તાઈવાનને દેશનો વિદ્રોહી પ્રાંત માને છે.

શીતયુદ્ધના દોરમાં અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ તાઈવાનને ચીનના કોપથી બચાવીને રાખ્યું હતું. પરંતુ ચીનના ખુલ્લા બજારની નીતિઓ અપનાવ્યા પછી તાઈવાન અને સાઈની સ્થિતિ નબળી પડી. સાઈનો પહેલો કાર્યકાળ વ્યૂહાત્મક બદલાવ, આર્થિક સંકટ, ચીની હુમલાની ધમકીઓથી પ્રભાવિત રહ્યો. સાઈએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી જીતવાની શુભેચ્છા આપી. 1979માં તાઈવાન સહિત ચીન પર કોમ્યુનિસ્ટ શાસનના હકો માન્યા પછી અમેરિકન અને તાઈવાની નેતાઓ વચ્ચે આ પહેલો સંપર્ક હતો. ચીન સાથેના સંબંધ છતાં અમેરિકાએ તાઈવાન સાથે ગઠબંધન ચાલુ રાખ્યું. આ બાજુ ચીન સાથે વેપાર યુદ્ધ અને સાઈબર જાસૂસી જેવા મુદ્દામાં ઉલઝવાના કારણે તાઈવાનની ચિંતા છે કે, ટ્રમ્પ તેમના દેશનો મહોરા તરીકે ઉપયોગ કરી શકે છે. તાઈવાનમાં 11 જાન્યુઆરીએ પ્રમુખપદની ચૂંટણી છે. સાઈના સૌથી મોટા પ્રતિસ્પર્ધી નેશનાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર હાન કુઓ યૂને આશા છે કે, તેઓ મતદારોને સમજાવી લેશે કે, દ્વીપની સ્વાયત્તતાની સુરક્ષા માટે ચીન સાથે નિકટના સંબંધ જરૂરી છે. હાનનું કહેવું છે કે, તાઈવાન ચીનથી બચીને ના રહી શકે. સાઈની ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી નથી માનતી કે, તાઈવાન અને ચીન એક દેશ છે. પાર્ટીનું મુખ્ય લક્ષ્ય તાઈવાનની આઝાદી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો