તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બરવાળા-કુંડળ હાઇવે પર બે કાર ટકરાતાં 1નું મોત

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બોટાદ જિલ્લામાં આવેલાં બરવાળા કુંડળ હાઈવે ઉપર બરવાળા નજીક બાપાસીતારામ મઢુલી પાસે ઈનોવાકાર અને મારૂતિ ઝેન સામસામે ભટકાતા મારૂતિ ઝેનમા સવાર બરવાળાના યુવકનુ સારવાર દરમિયાન ભાવનગર ખાતે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને ઈજા પહોચતા ભાવનગર હોસ્પિટલમા ખસેડાયા હતા.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 24-2-19ના રોજ રાત્રે 9 કલાકે બરવાળા નજીક બાપાસીતારામ મઢુલી પાસે બોટાદથી બરવાળા તરફ આવી રહેલી ઈનોવા કાર અને બરવાળા થી બોટાદ દવાખાંનાના કામ અર્થે જઈ રહેલ મારૂતિ ઝેન વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા મારૂતિ ઝેનમા સવાર મુન્નાભાઈ ભીખાભાઈ પરમાર ઉ.વર્ષ.35 રહે, બારવાળા, લાલજીભાઈ કીશોરભાઈ પરમાર, પ્રવિણભાઈ રાઘવજીભાઈ ચૌહાણ અને મનીષભાઈ ચમનભાઈ વાઘેલાને ઈજા પહોચતા સારવાર માટે ભાવનગર સર.ટી.હોસ્પિટલમા ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન મુન્નાભાઈ ભીખાભાઈ પરમારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે બરવાળા પોલીસ સ્ટેશનમા જયેશભાઈ જનકભાઈ પરમાર રહે.બરવાળા વાળાએ અજાણ્યા ઈનોવા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોધાવ્યો હતો. બરવાળા પોલીસે અકસ્માતનો ગુનો નોધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો