તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીસ કિલોની મા અને દહેજ કાયદાના ઊડતા લીરેલીરા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ-તેમ કરીને પોતાનાં બે બાળકો અને ચીજવસ્તુઓને સંભાળતી એ મહિલા કાઉન્ટર પર પહોંચી ત્યારે તેને યાદ આવ્યું કે પર્સ તો ઘરે ભૂલીને આવી છે. સામાન ત્યાં જ મૂકીને પાછા ઘરે જવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. તેની મૂંઝવણ જોઇને બાજુમાં ઊભેલી બીજી મહિલાએ તેનું બિલ ભરી દીધું. આ બીજી મહિલા અન્ય કોઇ નહીં પણ ન્યુઝીલેન્ડનાં વડાંપ્રધાન જેસિન્ડા ઓર્ડન હતાં. જેમની ચર્ચા આજ-કાલ આખા વિશ્વમાં છે. જેસિન્ડાને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે શા માટે એક અજાણી મહિલાનું બિલ ચૂકવ્યું? તો તેમણે બહુ નિખાલસતાથી કહ્યું ‘કેમ કે તે એક મા હતી.’ તો આ છે સભ્યસમાજમાં એક મહિલાનો દરજ્જો. તેમની મહેનત, થાક, માસૂમિયત અને એટલે સુધી કે તેમનાં ભૂલકણાપણાને પણ સહજતાથી લેતો સમાજ. તેનાથી વિપરીત કોલ્લમની એ માનું દુર્ભાગ્ય જુઓ જ્યારે તેનું વજન માત્ર 20 કિલો જ રહ્યું ત્યારે ગત વર્ષે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. કેરળના કોલ્લમની તુષારાના અંતિમ દિવસોમાં તેના શરીરના નામે માત્ર હાડકાંનો માળો જ બચ્યો હતો. તે પણ બે બાળકોની મા હતી. તેને નધણિયાત મૂકી જ્યારે તેણે વિશ્વમાંથી વિદાય લીધી તો ઘણા બધા પ્રશ્નો પાછળ છોડતી ગઇ. જે સમાજ પોતાને ઈશ્વરથી ડરનારો, નૈતિક અને ખબર નહીં શું શું કહેતો આવ્યો છે.

દેશમાં દહેજ સાથે સંકળાયેલી હિંસક ઘટનાઓની વચ્ચે દરરોજ ઓછામાં ઓછી 20 મહિલાઓ જીવ ગુમાવે છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરોના આંકડા જણાવે છે કે ભારતમાં દર વર્ષે જેટલી મહિલાઓની હત્યા કરવામાં આવે છે તેમાંથી 40થી 50 ટકા દહેજ સંબંધિત હત્યાનો શિકાર થાય છે. ઘરની અંદર થતાં આ ગુનાઓની ભયાનકતા દહેજવિરોધી કાયદો બનવાનાં 58 વર્ષ પછી પણ એવીને એવી જ છે. જાણીએ તુષારાનો ગુનો શું? સાસરિયાંઓની દહેજની માગણી પર તે ઊણી ઊતરી હતી. તેના આ ગુનાની સજા આપવાનું શરૂ થયું. તેના ખાવા-પીવા પર અંકુશનાં તાળાં મારી દેવાયાં હતાં. તે જીવતી રહે તે માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેને માત્ર પલળેલા ચોખા અને ખાંડનું મિશ્રણ અપાતું હતું!

છેલ્લે 20 કિલોના તેના એ શરીરમાં શું બાકી રહ્યું હશે? કદાચ એક મુડદાલ હૃદય, મુરઝાઇ ગયેલી કિડની, ચોંટી ગયેલી નસોમાં વહેતા લોહીનાં ટીપાં અને ... અને કદાચ જીવિત બચી રહેવાના વિચારથી ઊઠતા કેટલાક સવાલ... તેની કાયામાંથી દર વર્ષે ઊતરતું માંસ કોઇની આંખનો કાંકરો કેમ ન બન્યું?

જે
મહિલા વાંચકો માટે વિશેષ કોલમ

અન્ય સમાચારો પણ છે...