Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટ્રમ્પે બ્રિટન છોડીને યુરોપના પ્રવાસ પર પ્રતિબંધ મૂક્યો, કહ્યું- મારા માટે અમેરિકનોની જિંદગીથી વધુ કંઈ નથી
{ આરોપ- યુરોપિયન યુનિયને સંક્રમણ અટકાવવા કોઈ ઉપાય નથી કર્યા
કોરોના વાઈરસને ફેલાતો રોકવા માટે અમેરિકાએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંક્રમણથી બચવા યુરોપમાં પ્રવાસ પર પ્રતિબંધોની જાહેરાત કરી છે. ટ્રમ્પે ટીવી પર સંબોધનમાં કહ્યું કે, કોરોના વાઈરસના પગલે અમે આગામી 30 દિવસ માટે યુરોપ યાત્રા પર પ્રતિબંધ મૂકીશું, પરંતુ આ પ્રતિબંધો બ્રિટન પર લાગુ નહીં થાય. અમેરિકામાં અત્યાર સુધી 38 લોકોનાં મોત થઈ ચૂક્યા છે, જ્યારે 1,200ને ચેપ લાગ્યો છે. યુરોપિયન યુનિયને આ વાઈરસ રોકવા ખાસ કોઈ પગલાં લીધા નથી. ટ્રમ્પે ટ્વિટ કરી કે, મીડિયાએ પણ આ સ્થિતિમાં એકતા અને શક્તિ દર્શાવવી જોઈએ. આખી દુનિયાનો દુશ્મન છે, કોરોના વાઈરસ. અમેરિકન નાગરિકોના જીવન અને સુરક્ષાથી વધુ મહત્ત્વનું મારા માટે કંઈ નથી.
હોલિવૂડ કલાકાર દંપતી અને સ્પેનના મંત્રીને પણ ચેપ, ચીને કહ્યું- કોરોના વાઈરસની સૌથી ગંભીર સ્થિતિ ગુજરી ચૂકી છે
{ હોલિવૂડ અભિનેતા ટોમ હેન્ક્સ અને તેમની પત્ની રીટા વિલ્સનને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. રીટાએ હાલ સિડની ઓપરા હાઉસમાં કાર્યક્રમ આપ્યો હતો, જેમાં ટોમ હેન્ક્સ પણ સામેલ હતા.
એન્ટિ એચઆઈવી અને સ્વાઈન ફ્લૂની દવાથી સારવાર
નવી દિલ્હી | જયપુરના સવાઈ માન સિંહ હોસ્પિટલમાં ઈટાલીથી આવેલા કોરોનાના દર્દીઓ ભરતી કરાયા છે. અહીંના ડૉક્ટરોએ પીડિત એક મહિલાને એચઆઈવી, સ્વાઈન ફ્લૂ અને મેલેરિયાની દવાઓથી સાજા કર્યા છે. ત્યાર પછી કોરોનાના ટેસ્ટમાં આ મહિલાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કહેવાય છે કે, આ મહિલા પણ ઈટાલીના 23 સભ્ય સાથે જ રાજસ્થાન આવી હતી, જેમાં 16 લોકો પોઝિટિવ હતા. ડૉક્ટરોએ એક પ્રયોગ તરીકે દર્દીઓને આ દવાથી સાજા કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત સરકારનું કહેવુું છે કે, આ વાતની જાણકારી કેન્દ્ર સરકાર પાસે ન હતી. આ દવાથી કોરોનાના દર્દીઓને કેટલો ફાયદો થાય છે, તેના વૈજ્ઞાનિક પુરાવા પણ ઉપલબ્ધ નથી. આઈસીએમઆરના વિજ્ઞાની આર. ગંગાખેડકરે કહ્યું કે, ડબલ્યુએચઓએ કોરોના દર્દીઓની સારવાર માટે જે દિશાનિર્દેશ આફ્યા છે, તેનું ભારતમાં પાલન થઈ રહ્યું છે. તે પ્રમાણે કેરળમાં કોરોનાના ત્રણ દર્દીનો સફળ ઈલાજ કરાયો છે. કોરોનામાં ફક્ત બિમારીના લક્ષણોના આધારે સારવાર કરાઈ રહી છે. આ બિમારીની બીજી કોઈ દવા જ નથી. દર્દીની ગંભીરતાના આધારે દવા અપાય છે.
ચીનથી બહાર સૌથી વધુ દર્દી ઈટાલી, દ. કોરિયા અને ઈરાનમાં, ઈરાને રૂ. 37 હજાર કરોડ માગ્યાં
યુરોપમાં 960 લોકોનાં મોત, 23 હજારથી વધુ લોકોને કોરોના વાઈરસનો ચેપ
જેન્ડર
ઉંમર
{ ચીનના નેશનલ હેલ્થ કમિશને કોરોના વાઈરસની સૌથી ગંભીર સ્થિતિ ગુજરી ચૂકી હોવાની જાહેરાત કરી છે. કમિશના પ્રમુખ મી ફેંગે કહ્યું કે, બધું જ કાબુમાં છે અને ગભરાવવાની જરૂરિયાત નથી.
{ સ્પેનના મિનિસ્ટર ઓફ ઈક્વાલિટી આઈરીન મોન્ટેરોને કોરોનાનો ચેપ લાગ્યો છે. મોન્ટેરોને સાથી અને નાયબ મુખ્યમંત્રી પેબ્લો ઈગ્લેસિયસ સાથે જુદા રખાયા છે. બીજા નેતાઓની તપાસ થશે.
ચીન બહારના કેસોમાં દર 10માંથી 7 દર્દી ઈટાલી, દ. કોરિયા અને ઈરાનના છે. ઈટાલીમાં 827 મોત થઈ ચૂક્યા છે. દ. કોરિયામાં 7,513 ચપેટમાં છે અને 54ના મોત થયા છે, ઈરાનમાં 7,161 સંક્રમિત, 237ના મોત થયા છે.
ઈટાલીમાં દવા અને ખાણી-પીણીની દુકાનો સિવાય બધું જ બંધ કરવાનો આદેશ કરાયો છે. બીજી તરફ, આયર્લેન્ડે પણ ગુરુવારથી દેશભરની સ્કૂલ-કોલેજ અને ચાઈલ્ડ કેર ફેસિલિટી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
ચીનથી બહાર 10માંથી 7 દર્દી આ ત્રણ દેશના
ઈટાલીમાં ફક્ત દવાની દુકાનો ચાલુ, આયર્લેન્ડ પણ બંધ
ઈયુએ ટ્રમ્પના પ્રતિબંધોને અયોગ્ય ગણાવ્યા
યુરોપિયન યુનિયને તેમના 26 દેશોમાંથી અમેરિકામાં પ્રવાસ કરવા પર એકતરફી પ્રતિબંધના નિર્ણયની આકરી ટીકા કરી છે. યુનિયને તર્ક કર્યો છે કે, દુનિયાભરમાં વાઈરસ ફેલાવો હોવા છતાં રોજિંદુ જીવન અટક્યું નથી.
જાપાન એલર્ટ...
{ ઈરાને કોરોના વાઈરસ સામે લડવા માટે આઈએમએફ પાસે રૂ. 37 હજાર કરોડના ઈમર્જન્સી ફંડની માંગ કરી છે.
{ અમેરિકાએ કેપિટલ હાઉસને એપ્રિલ સુધી પ્રવાસીઓ માટે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
{ જો બાઈડેન અને બાર્ની સેન્ડર્સે પોતાની ચૂંટણી રેલીઓ રદ કરી છે, જે હવે મીડિયા થકી સંદેશ આપશે.
{ વુહાનમાં 24 કલાકમાં ફક્ત 8 કેસ સામે આવ્યા, અત્યાર સુધીનો સૌથી નીચો આંકડો.
{શ્રીલંકામાં ગુરુવારથી દેશભરની સ્કૂલ બંધ કરાઈ, 20 એપ્રિલ સુધી રજા રહેશે.
જેમને પહેલેથી જ કોઈ બીમારી હોય
કોરોના વાઈરસથી મોતની શક્યતા
કોઈ બિમારી નહીં
કેન્સર
હાયપર ટેન્શન
શ્વાસની બિમારી
ડાયાબિટીસ
કાર્ડિયોવાસ્ક્યુલર
પુરુષ સ્ત્રી
0 0-9 10-19 20-29 30-39 40-49 50-59 60-69 70-79 80-89
0% 3% 6% 9%
9%
6%
3%
15%
12%
9%
6%
3%
ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું- ચીને દર્દીઓ છુપાવવાનો પ્રયાસ કર્યો
ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ ઓ બ્રાયને કહ્યું કે, ચીને આક્રમક ઉપાય અજમાવવાના બદલે તેને છુપાવવાનો પ્રયાસ કર્યો. વિદેશ મંત્રી માઈક પોમ્પિઓ પણ તેને વુહાન કોરોના વાઈરસ કહી ચૂક્યા છે. બ્રાયને કહ્યું કે, એ વાતના પુરાવા છે કે, ચીનમાં એલર્ટ કરનારા ડૉક્ટરોને ચૂપ કરી દેવાયા હતા, જેથી વાઈરસ શબ્દ જ કોઈના કાને ના પડે.
જાપાનની સંસદમાં ગુરુવારે એક પ્રસ્તાવ પસાર કરાયો, જે અંતર્ગત વડાપ્રધાન શિન્ઝો આબે કોરોના વાઈરસને કાબૂમાં લેવા દેશમાં કટોકટી જાહેર કરી શકશે. જાપાનમાં પણ તેનાથી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 1,285 લોકો સંક્રમિત છે.
ભારતમાં ઈટાલીના દર્દીઓનું આરોગ્ય સારું
ડબ્લયુએચઓનો દાવો: દર્દીની ઉંમર જેટલી વધુ, તેમનામાં કોરોના વાઈરસના સંક્રમણની શક્યતા વધુ
ભાસ્કર જૂથ સાથેના વિશેષ કરાર હેઠળ