તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજ એક મહાન વ્યક્તિને વિદાય આપવાની છે. આજે જ્યારે હું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આજ એક મહાન વ્યક્તિને વિદાય આપવાની છે. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું ત્યારે મને એક સારો ખેલાડી અને માણસ બનાવવામાં ત્રણ લોકોની મહત્વની ભુમિકા છે - મારા પિતા, બોસ(એલેક્સ ફર્ગ્યુસન) અને એરિક. મને આજે પણ 1992નો એ દિવસ યાદ છે, જ્યારે હું ફ્લિક ટ્રેનિંગ ગ્રાઉન્ડમાંથી ઘરે જવાની તૈયારી કરતો હતો ત્યારે અચાનક એરિક મારી પાસે આવ્યા. હું તેમનાથી પરિચીત ન હતો. તે બોલ્યા - તારો જલ્દી જ ફર્સ્ટ ટીમ (સીનિયર ટીમ)માં સમાવેશ થશે. મને આ વાત સાંભળવામાં ખૂબ જ સારી લાગી પરંતુ એમ પણ થયું કે આવું થોડીને થવાનું છે. મને એરિક હેરિસને કહેલી એક વાત આજે પણ યાદ છે - ‘ડેવિડ, આ હોલીવુડ રમત બંધ કરી દે.’ આ પછી મને ખૂબ જ મુશ્કેલ ટ્રેનિંગ અપાઇ. દરેક દિવસે સવારે બે વોર્મ અપના રાઉન્ડ, પાંચ રુટીન બોલના રાઉન્ડ, 12 મીનિટની રનિંગ અને તરત જ ગેમ. બન્ને પગથી, અલગ-અલગ દીવાલ પર 60-60 વખત બોલ મારો. મને આનાથી ખૂબ જ નફરત હતી. પરંતુ ત્યારે અઘરું લાગતું કામ આગળ જતાં મારી તાકાત બની ગયું. થેન્ક્યૂ એરિક.

- ડેવિડ બેકહમ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો