તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં 34 વર્ષ બાદ મહીસાગર જિલ્લામાં જોવા મળેલો વાઘ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં 34 વર્ષ બાદ મહીસાગર જિલ્લામાં જોવા મળેલો વાઘ લુણાવાડા તાલુકાનાં શિંગ્નલી પાસે આવેલા કંતારના જંગલમાં વાઘનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવતાં ચકચાર મચી જવા પામી છે બીજી તરફ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.મહીસાગર જીલ્લામાં વર્ષો પછી વાઘની ઉપસ્થિતિએ રાજ્યભરના પર્યાવરણપ્રેમીઓમાં ખુશીની લાગણી ફેલાઈ હતી.મહીસાગર જિલ્લામાં વાઘ હવે છેની લાગણીએ ટાઈગર સેન્ચ્યુરી બનશે ગુજરાતમાં હવે સિંહ,દીપડા પછી હવે વાઘ પણ છે તેવા સપનાઓ ચકનાચૂર થઈ જવાનો બનાવ સામે આવતાં વનપ્રેમીઓમાં આઘાતની લાગણી ફેલાઈ છે. ...અનુસંધાન પાના નં. 9



મંગળવારની સાંજના સુમારે ૬ વાગ્યાની આસપાસ કંતારના જંગલમાં અતિશય દુર્ગંધના પગલે વાઘનો મૃતદેહ જોવા મળતાં સ્થાનિકોની જાણના પગલે વન વિભાગ દોડી આવ્યું હતું.અને વાઘનો મૃતદેહ જોતાં ચોંકી ઉઠ્યું હતું ત્યારબાદ અધિકારીઓ દોડી આવ્યા હતા. વાઘની ઉપસ્થિતિ જાહેર કર્યા બાદ તેને સાચવવા માટે નિયમોનુસારના પગલાં લેવામાં નિષ્ફળ નિવડ્યું છે. વાઘનું મૃત્યુ કયા કારણોસર થયું છે તે તો તેના પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે પરંતુ દૂ:ખની બાબત એ છે ૩૪ વર્ષ બાદ ગુજરાતમાં એક શિક્ષકના જોયા પછી દિવ્યભાસ્કરના એક્સક્લુઝિવ અહેવાલોના પગલે મહીસાગર જિલ્લામાં જેની ઉપસ્થિતિ નોંધવામાં આવી હતી તે વાઘ હવે નથી.નબળી નેતાગીરીના પગલે વાઘને સાચવવામાં નિષ્ફળ નિવડતા પર્યાવરનપ્રેમીઓ નિસાસા નાખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો