તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1963ની આ વાત છે રાયપુરમાં વર્ષોથી સ્થાઇ થયેલા મૂળ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

1963ની આ વાત છે રાયપુરમાં વર્ષોથી સ્થાઇ થયેલા મૂળ રાજકોટના પરિવારના એક ગુજરાતી યુવકને સ્વામી વિવેકાનંદે મૈસુરના મહારાજાને કહેલું એક જગપ્રસિધ્ધ વાક્ય વાચ્યું. ‘આ જીવન અલ્પકાલિન છે, સંસારના મોજશોખો ક્ષણભંગુર છે. પણ જેઓ બીજા માટે જીવે છે, તેઓ જ ખરેખર જીવે છે, બાકીના લોકો તો જીવતા કરતા વિશેષ મરેલાં છે.’ અને આ વાંચીને પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરવાનો નિર્ણય કરી લીધો. જોકે પોતાના વિદ્યાર્થીકાળમાં પારિવારિક દૃષ્ટિએ રામકૃષ્ણ મિશનમાં જોડાવાનું શક્ય ન હતું અેટલે કેમિકલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કર્યો. 1972માં પોસ્ટ ગ્રેજ્યુએશન પણ પૂરું કર્યુ.થોડો સમય માટે ઇન્ડસ્ટ્રીયલ કન્સલ્ટન્ટ તરીકે કામ કર્યું, પરંતુ વિવેકાનંદનું વાક્ય સતત સેવા તરફ ખેંચતું રહ્યું. 1976થી માંડી 1986 સુધી રાંચીના આશ્રમમાં મુકાયા. જ્યાં તેમણે રૂરલ એન્ડ ટ્રાઇબલ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ હેઠળના દિવ્યાયન કૃષિ વિજ્ઞાન કેન્દ્રને સતત માર્ગદર્શન આપીને તેને દેશના સર્વશ્રેષ્ઠ કૃષિ કેન્દ્રનો એવોર્ડ પ્રાપ્ત કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...