તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ પુરુષ પાછળ સ્ત્રી પણ પુરુષ ક્યારે થેન્ક યુ કહે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કહેવત તો આપણે બધાએ સાંભળી હશે કે દરેક સફળ પુરુષ પાછળ કોઈ સ્ત્રીનો હાથ હોય છે પણ ક્યારેય આપણે કોઈ પુરુષને પોતાની મહિલા સાથીને પોતાની સફળતાનો શ્રેય આપતા જોયો છે? કદાચ એટલા માટે જ્યારે 2019ના UPSC ટોપર કનિષ્ક કટારિયાએ પોતાની સફળતાનો શ્રેય પોતાની ગર્લફ્રેન્ડને આપ્યો તો આગામી દિવસે બધા સમાચારોની હેડલાઈન બની. કનિષ્ક કટારિયાને જ્યારે મીડિયાએ પૂછ્યું કે તમે તમારી સફળતાનો શ્રેય કોને આપવા માગશો? તો તેણે માતા-પિતા, બહેનની સાથે પોતાની ગર્લફ્રેન્ડનું નામ પણ લીધું. થોડીવાર માટે તો એવું પણ લાગ્યું કે IAS ટોપ કરવાથી વધુ ગર્લફ્રેન્ડને થેન્ક યુના અહેવાલો વધુ ચર્ચામાં રહ્યા. પણ આ વાત ખરેખર ચર્ચાને લાયક છે. તેને વારંવાર કહેવી જોઇએ અને એવું કહેવા માટે કનિષ્કનો અાભાર માનવો જોઇએ. ગર્લફ્રેન્ડ શબ્દ બોલી કનિષ્કે અચાનક આપણી પરપંરાગત માનસિકતાને એક આંચકો આપ્યો છે. આખરે આ સમાજમાં જ થઈ રહ્યું છે કે અહીં જેટલા વેલેન્ટાઈન ડે મનાવનારા છે તેનાથી જરાક પણ ઓછા તેના વિરોધી નથી. અહીં પ્રેમના દિવસને માતૃ-પિતૃ પૂજન દિવસ તરીકે મનાવવાની વાત કરાય છે. આપણે ત્યાં આજે પણ ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ હોવા તેને બગડેલા હોવાની નિશાની સમજવામાં આવે છે. મોટા-વૃદ્ધ હંમેશા સલાહ આપે છે કે ભણતાં બાળકો ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડના ચક્કરમાં ના પડે, આ તો રખડું બાળકોનાં લક્ષણ છે. જોકે કનિષ્કે પોતાની ગર્લફ્રેન્ડને જાહેરમાં સ્વીકારી અને તેના પ્રત્યે સન્માન પણ વ્યક્ત કર્યુ અને કનિષ્કે કોઈ અભ્યાસમાં પાછળ રહી જાય તેવો વિદ્યાર્થી નથી. IIT મુંબઈનો એક્સ સ્ટુડન્ટ છે જેણે એક કરોડોનું પેકેજ છોડી IASની તૈયારી કરી પરીક્ષામાં ટોપ કર્યુ. કનિષ્કના આ શબ્દો સ્ત્રીઓ માટે એટલા માટે પણ વધારે કીમતી છે કેમ કે આ એ મહેનત, એ સહયોગ, એ સમર્પણ માટે આભાર વ્યક્ત કરે છે જે દેખાતું નથી, ફક્ત મહેસૂસ થાય છે. સ્ત્રીઓ જે માનસિક, ભાવનાત્મક, નૈતિકરૂપે દરેક સુખ-દુ:ખમાં, સારા-નરસા સમયે, દરેક ઉતાર-ચઢાવ પર પોતાના સાથીઓ સાથે રહે છે કેટલી વાર આપણા સાથીએ આગળ વધીને, હાથ પકડીને, ગળે ભેટીને આપણને થેન્ક યુ કહ્યું છે? સંસારમાં સૌથી આભાર ન મળે તેવાં કામ સ્ત્રીઓ જ કરી રહી છે. તેમના માટે આપણી પ્રશંસા કરવી અને આભાર વ્યક્ત કરવો તો દૂર કોઈ તેનો ઉલ્લેખ પણ નથી કરતો. કદાચ આ જ કારણ છે કે કનિષ્કની વાત હૃદયને સ્પર્શી ગઈ. તે એક થેન્ક યુમાં લાખો સ્ત્રીઓએ પોતાના એ કોમળ, સન્માનભર્યા શબ્દોની જે કલ્પના કરી તે મનને પલાળી મૂકે તેવી હતી.


મહિલા વાંચકો માટે વિશેષ કોલમ

અન્ય સમાચારો પણ છે...