મેસરી નદીમાં પાણીની લાઇન તૂટી, 15 ફૂટ ઉચો ફુવારો ઉડ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાની મેસરી નદીમાં નગર પાલિકાની શહેરની જીવાદોરી સમાન પાણીની પાઇપ લાઇન પસાર થાય છે. આ પાણીની પાઇપ લાઇનમાં છેલ્લા કેટલાક દિવસોથી લીકેજ હોવાના કારણે પાણી વેડફાતું હતુ. પરંતુ નગર પાલીકા દ્વારા કોઇ પણ જાતની કાર્યવાહી ન કરાતા નાનુ લીકેઝ મંગળવારના રોજ સવારે અચાનક મોટા ફુવારામાં પરિણમ્યુ હતુ જેને કારણે નદીમાં 15 ફુટ જેટલો ઉચો ફુવારો બન્યો હતો. 15 ફુટ ઉચાં ફુવારાને દેખવા લોકોના ટોળાં મેસરી નદીના બ્રીજ પર ઉમટી પડયા હતા. અચાનક નદીમાં ઉચા ફુવારાને લઇને લોકો અંચબામાં પડી ગયા હતા. ભંગાણને લઇને હજારો લીટર પાણી વેડફાયું હતું. ભંગાણની જાણ તંત્રને થતાં નગર પાલીકાની ટીમ દોડતી આવીને તાત્કાલીક ભંગાણ રીપેરીંગ કરીને પાણીનું લીકેજ બંધ કર્યું હતું. પણ સુકીભટ્ટ મેસરી નદીમાં ભર ઉનાળે અચાનક પાણી દેખાતા શહેરીજનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તસવીર હેમંત સુથાર

અન્ય સમાચારો પણ છે...