યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું, પરંતુ રાવણનો વધ દશમીએ થયો હતો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામ-રાવણ યુદ્ધ 84 દિવસ ચાલ્યું હતું. યુદ્ધ અશ્વિન શુક્લ પક્ષની તૃતિયા તિથિએ શરૂ થયું અને દશમીએ રાવણવધ સાથે સમાપ્ત થયું હતું. યુદ્ધકાળની આ તારીખો મુજબ સમયની ગણના કરવામાં આવી છે.

પદ્મ પુરાણના પાતાળખંડ મુજબ

રામ-રાવણ યુદ્ધ પૌષ શુક્લ દ્વિતીયાથી ચૈત્ર શુક્લ ચૌદસ (એટલે 87 દિવસ) સુધી ચાલ્યું. આ યુદ્ધગાળામાં કુલ 15 દિવસ યુદ્ધ થયું નહતું. પુરાણ મુજબ પ્રભુ રામના 14 વર્ષોના વનવાસ કાળમાં 12 વર્ષ પંચવટીમાં વિત્યા, જ્યારે બે વર્ષ રાક્ષસો સાથે સંગ્રામમાં વિત્યા. કાર્તિક કૃષ્ણના 10મા દિવસથી શૂર્પણ્ખાને કુરુપ કરવાની શરૂઆત થઇ. બીજા વર્ષમાં વૈશાખ શુક્લના 12મા દિવસે રાવણ વધ સાથે સમાપ્ત થયું.

તમામ ઇલસ્ટ્રેશન: સુરોજીત દેબનાથ

અન્ય સમાચારો પણ છે...