જામનગરમાં ત્રણ સ્થળે ચેનની ચિલઝડપ કરનાર ત્રિપુટી ઝબ્બે

Div News - the trio of chan jipa at three places in jamnagar 091012

DivyaBhaskar News Network

Jul 19, 2019, 09:10 AM IST
જામનગરમાં બે દિવસ સુધી સમર્પણ હોસ્પીટલ,ગુલાબનગર અને હાટકેશ્વર સોસાયટીમાં ત્રણ વૃધ્ધાને નિશાન બનાવીને સોનાના ચેઇનની ચિલઝડપ કરનારી બાઇકસવાર સમડી ત્રિપુટીને દબોચી લીધી હતી.પોલીસે મુળ ઉતરપ્રદેશના વતની ત્રણેય શ્રમીક શખ્સો પાસેથી સોનાના ચાર ચોરાઉ ચેઇન અને બાઇક સહીત રૂ.1.99 લાખનો મુદામાલ કબજે કરી ઘનિષ્ઠ પુછપરછ સાથે તપાસ હાથ ધરી છે.

સમર્પણ હોસ્પીટલ નજીક રહેતા જયાબેન જીવાભાઇ રાઠોડ ઘરેથી દહીં લેવા નિકળ્યા બાદ માર્ગમાં જ બે અજાણ્યા શખ્સ સોનાનો ચેઇન આંચકી નાસી ગયા હતા.જયારે રેવન્યુ કોલોનીમાં રહેતા વનિતાબેન દેવશીભાઇ ટીંબડીયા તા.15ના ઘર નજીક દોહિત્રને રમાડી રહ્યા હતા ત્યારે બે બાઇકસવારે સોનાની માળા ઝુંટવી નાસી ગયા હતા.આ ઉપરાંત રમણપાર્કમાં સંબધીના ઘરે આવેલા લાભુબેન બાબુભાઇ ચુડાસમા મંગળવારે બપોરે બહાર જતા હતા ત્યારે બાઇકસવાર શખ્સો ચેઇન ચિલઝડપ કરી લઇ ગયાનો બનાવ બહાર આવ્યો હતો.આ મામલે પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી.

પોલીસ પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે પોલીસ ટીમને આ ચેઇન સ્નેચીંગમાં સંડોવાયેલી ત્રિપુટી વતનમાં ભાગી જવાની પેરવી સાથે રેલ્વે સ્ટેશન જતા હોવાની બાતમી મળી હતી.જેના આધારે પોલીસે વોચ ગોઠવી ઉતરપ્રદેશના વતની ત્રણેય રામસેવક રતિરામ જનકીય, શંકર ઉર્ફે રીંકુ ધર્મસિંહ ડાભી અને મોહન શ્રીરામ ઓમપ્રકાશ ડાભીને દબોચી લીધા હતા.પોલીસે કબજામાંથી ચોરાઉ સોનાના ચેઇન અને માળા સહિત રૂ.1.99 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે તસ્કર ત્રિપુટીની ઘનિષ્ઠ પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

X
Div News - the trio of chan jipa at three places in jamnagar 091012
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી