તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુપ્રીમકોર્ટે શુક્રવારે કહ્યું કે અયોધ્યા વિવાદ અંગે એએસઆઈનો 2003નો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુપ્રીમકોર્ટે શુક્રવારે કહ્યું કે અયોધ્યા વિવાદ અંગે એએસઆઈનો 2003નો રિપોર્ટ એ કોઈ સામાન્ય મત નથી. પુરાતત્ત્વવિદોને ખોદકામ દરમિયાન મળેલી સામગ્રી અંગે અલ્હાબાદ હાઈકોર્ટના જજને સોંપાયેલા કામ અંગે તેમને મત આપ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની 5 જજની બંધારણીય બેન્ચે કહ્યું કે સુશિક્ષિત અને અભ્યાસુ તજજ્ઞોએ એએસઆઈના રિપોર્ટમાંથી નિષ્કર્ષ કાઢ્યો છે. અયોધ્યા વિવાદની

...અનુસંધાન પાના નં. 6સુનાવણીના 33મા દિવસે કોર્ટે આ ટિપ્પણી કરી હતી. મુસ્લિમ પક્ષકારો તરફથી સિનિયર એડવોકેટ મીનાક્ષી અરોરાએ કહ્યું કે એએસઆઈનો રિપોર્ટ પુરાતત્ત્વવિદોનો એક મત છે. સુનાવણી દરમિયાન બંધારણીય બેન્ચમાં જસ્ટિસ એએસ બોબડેએ કહ્યું કે બંને પક્ષ પાસે કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી. બધાનો મામલો પુરાતત્વ રિપોર્ટ પર ટકેલો છે તો જસ્ટિસ એસ. અબ્દુલ નઝીરે કહ્યું કે આર્કિયોલોજીએ શુદ્ધ વિજ્ઞાન નથી. તેના ઉપર સેક્સન 45 લગાવી શકાય નહીં. તેમણે મીનાક્ષી અરોરાને કહ્યું કે તમે એએસઆઈના રિપોર્ટની પ્રામાણિકતા પર સવાલ ઉઠાવી શકો નહીં. આ રિપોર્ટ એક કમિશનરે આપ્યો હતો જે જજ સમાન છે. મુસ્લિમ પક્ષે ગુરુવારે એએસઆઈની 2003નો રિપોર્ટનો સારાંક્ષ લખનારા પર સવાલ ઉઠાવી પછી માફી માગી હતી. શુક્રવારે અઢી કલાક સુનાવણી થઈ હતી. સોમવારે સુનાવણી થશે.

અન્ય સમાચારો પણ છે...